saurabh became millionaire from dream 11


ભોજપુરઃ ‘ઉપર વાલા દેતા હૈ તો દેતા હૈ છપ્પર ફાડ કે’, બિહારના ભોજપુર નિવાસી સૌરભના ઘરમાં આ કહેવત સાચી પડી છે. સૌરભ એટલા માટે ચર્ચામાં છે કારણકે નસીબ એટલું મહેરબાન હતુ કે તેઓ રાતો-રાત કરોડપતિ બની ગયા છે. થયુ એમ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચમાં ભલે ભારતની ટીમના નસીબમાં હાર આવી, પરંતુ સૌરભની ટીમ જીતી ગઈ.

સૌરભના પરિવારમાં ખુશીનો માહોલ

હકીકતામાં, જિલ્લાના ચારપોખરી બ્લોકના ઠકુરી ગામના રહેવાસી સૌરભ કુમાર ડ્રીમ 11 પર ટીમ બનાવીને વિજેતા બન્યા છે. સારા એવા રૂપિયા તેમના ખાતામાં આવ્યા છે, ત્યારે પરિવાર, કુટુંબીજનોની ખુશીની સીમા જ નથી રહી.

આ પણ વાંચોઃ કેરળનો રીક્ષાવાળો એક રાતમાં જ કરોડપતિ બની ગયો

જીત થવા પર 70 લાખ રૂપિયા મળ્યા

ડ્રીમ 11 મોબાઈલ એપ દ્વારા સૌરભના ખાતામાં 70 લાખ રૂપિયા આવી ગયા. ત્યારબાદ સૌરભ પૂરા ભોજપુરમાં ચર્ચિત થઈ ગયો છે. ઠકુરી ગામના વેંકટેશ સિંહના પુત્ર સૌરભ કુમારે જણાવ્યુ કે, તેઓ ગત વર્ષથી ડ્રીમ 11 પર ટીમ બનાવીને જીત મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. આ વચ્ચે મંગળવારે મોડી રાત્રે ડ્રીમ 11 પર સૌરભ દ્વારા બનાવવામાં આવેલી ટીમ વિજેતા થઈ. સૌરભ પૂરા દેશમાં ડ્રીમ 11 પર જીત મેળવીને એક કરોડ રૂપિયાનો હકદાર બની ગયો છે. આ પછી તો બધા જ લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કરોડપતિ બનવાના આ નિયમ બદલાયા, KBC-14માં સ્પર્ધકને હવે કાર પણ મળશે

હાર્દિકે કરી કમાલ, ભારત હાર્યું પણ સૌરભની જીત થઈ

સૌરભ સાથે જ્યારે ડ્રીમ 11 પર ટીમને લઈને વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે, ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચમાં બંને ટીમના ખેલાડીઓનો સમાવેશ કરીને તેણે પ્લેઈંગ 11 ની તેની ટીમ બનાવી હતી. આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો, જેણે 30 બોલમાં 71 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પંડ્યાની ઈનિંગનો ફાયદો ભારતીય ટીમને તો નહીં, પરંતુ ભોજપુરના સૌરભને મળ્યો. સૌરભે કહ્યુ કે, તે આગળ પણ આ રીતે જ રમવા માંગે છે.

આવી અનેક સ્પર્ધાઓ હાલ ઉપલબ્ધ

હકીકતમાં, આ પ્રકારની સ્પર્ધાઓ આ દિવસોમાં ઘણી જ પ્રચલિત થઈ રહી છે. પ્રસિદ્ધ ટીવી ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ માં પણ ટીવી શોની સાથે તમે મોબાઈલ દ્વારા પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. આ રીતે, ક્રિકેટ મેચ દરમિયાન પ્લે અલોન્ગ સ્પર્ધાઓના નામ પર આ રીતના એપ છે, જે તમને સારા રૂપિયા જીતવાની તક આપવાનો દાવો છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Dream, Millionaire, Mobile Application



Source link

Leave a Comment