SBI CBO Exam 2022 recruitment helpful tips for candidates rv


SBI CBO Exam 2022 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ 19 નવેમ્બરના રોજ સર્કલ આધારિત ઓફિસર ભરતી પરીક્ષા (SBI CBO) એડમિટ કાર્ડ જારી કર્યું છે. તમે તેને SBI વેબસાઇટ Sbi.co.in પર જઈને ડાઉનલોડ કરી શકો છો. પરંતુ ઉમેદવારોની એક ભૂલ પણ તેમને પરીક્ષામાં બેસતા અટકાવી શકે છે. આ ભૂલ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જે ખૂબ જ નાની હોય છે અને કેટલીક ઘણી મોટી હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ. એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ અગાઉથી કાઢી લો. જો તમે છેલ્લી ક્ષણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો સર્વર વ્યસ્ત હોવાને કારણે વેબસાઈટ ખુલી શકશે નહીં.

SBI CBO ભરતી પરીક્ષા 4 ડિસેમ્બરે દેશભરમાં ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. તેના દ્વારા સીબીઓની 1442 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટેની અરજી પ્રક્રિયા 18 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ચાલી હતી.

આ પણ વાંચો: Sarkari Naukri 2022: ITI અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે UCIL માં સરકારી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ છે નજીક

SBI CBO ભરતી પરીક્ષા સંબંધિત આ બાબતોને ધ્યાનમાં રાખો

  • CBO પરીક્ષા એડમિટ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરો.
  • એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ તમારી સાથે લો.
  • એડમિટ કાર્ડની સાથે ફોટો ઓળખ કાર્ડ પણ સાથે રાખો.
  • પરીક્ષા કેન્દ્રમાં મંજૂરી ન હોય તેવી વસ્તુઓ લઈ જશો નહીં.
  • જો તમે પરીક્ષામાં છેતરપિંડી કરતા પકડાઈ જાઓ છો, તો તમને પરીક્ષા આપવાથી પણ રોકી શકાય છે.

અન્ય ભરતીની જાહેરાત..

ભારતીય સેનામાં વગર પરિક્ષાએ નોકરી, માત્ર કરવું પડશે આ કામ, 2.50 લાખ છે પગાર

Indian Army Recruitment 2022 Sarkari Naukri: ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ તમામ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી આવશ્યક છે. ઉપરાંત, આ ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો ભારતીય સેના (Indian Army sarkari Job) માં નોકરી મેળવી શકે છે. આ ભરતી સમાચારને વિગત વાર વાંચવા અહી ક્લિક કરો

Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર અને ટ્રેઝરી મેનેજર સહિતની જગ્યા પર ભરતી થશે

Mehsana Urban Co- operative Bank Recruitment: ચીફ ફાયનાન્સ ઓફિસર, ચીફ રિસ્ક ઓફિસર, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, હેડ ઇન્ટરનલ ઇન્સ્પેક્શન એન્ડ ઓડિટ, ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓડિટર, ક્રેડિટ એપ્રેઝલ મેનેજર, ટ્રેઝરી મેનેજર, આઇટી ટેકનોલોજી મેનેજર / ઓફિસર અને આઇટી ડેવલપમેન્ટ મેનેજર / ઓફિસર, આઇટી સિક્યુરિટી મેનેજર / ઓફિસર, ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર મેનેજર / ઓફિસર, અને સ્ટેનોગ્રાફર-પર્સનલ આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બજારમાં ચાલતા પગારધોરણ સમકક્ષ મહેનતાણું મળશે. આ ભરતી સમાચારને વિગતવાર વાંચવા અહી ક્લિક કરો

Published by:Rahul Vegda

First published:



Source link

Leave a Comment