તેમણે અલગ-અલગ પ્રકારનાં 400 થી 500 દુર્લભ વનસ્પતિના બીજ ભેગા કરી વિતરણ કર્યા છે. આ બીજ એકઠા કર્યા પછી તેણે રાજ્ય અને સમગ્ર દેશમાં અનેક લોકોને આ બીજા મોકલાવ્યા છે અને આ વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપી છે.
આ યુવક શિક્ષકના અનોખાકાર્યને લઈઇન્ડિયા રેકોર્ડ માં સ્થાન પણ મળ્યું છે અને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.
કોરોનાના સમયે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું તે સમયે લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં જ રહેતા હતા.લોકડાઉનના સમયમાં ઘરમાં રહીને પણ ઘણા લોકો એ આ સમય નો સદ ઉપયોગ કર્યો છે.
જો કે, પાલનપુર માં રહેતા અને દાંતામાં શિક્ષકની નોકરી કરતા નિરલ પટેલે સમયનો સદઉપયોગ કરીને અલગ અલગ રાજ્યોના જંગલોમાં ફરીને તેમજ લોકોની મદદથી એક બીજ બેંકનું અભિયાન શરૂ કર્યું હતું.
જેમાં ધીરે ધીરે લોકોના સહકારથી હાલ તેમની પાસે અલગ અલગ પ્રકારના કુલ 400 થી 500 પ્રકાર દુર્લભ વૃક્ષોનાં બીજ છે તેમજ આ તમામ બીજનો સંગ્રહ કર્યો છે.તેમના આ કાર્ય ને લઈ સમગ્ર ભારત ભરમાંથી હજ્જારો લોકો તેમની સાથે જોડાયા છે.આ શિક્ષકે ટપાલ દ્વારા લાખો લોકોને નિઃશુલ્ક દુર્લભ વનસ્પતિના બીજ તેમના સુધી પોહચાડવાનું કાર્ય પણ કર્યું છે.
નિરલ પટેલ ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિતના જંગલોમાં ફરી દુર્લભ વનસ્પતિના બીજ એકત્રિત કર્યા છે.જેમાં પીળો કેસુડો,સફેદ કેસુડો,સફેદ સીમળો, ભિલામો, ભહેડા, મહુડો, રક્તચંદન, કુંભી,સફેદ ચણોઠી, કાળીચણોઠી,ટેટુ,પાટલા,રુદ્રબીલી,જગરિયોખાખરો,ખીજડો,અગથિયો,સિન્દ્રો, કાંચનાર, પૂત્રજીવક, સમુદ્ર ફળ,પારસપીપળો,વૈજેન્તી,સફેદપીલુ,પીળો સીમળો,એક બીજ ટીમરું,રાયણ, કાજુ,અને સફેદ સાદડ વગેરેનો સમાવેશ થાય છે.
આ શિક્ષકે તૈયાર કરેલ બીજ બેંકનુંનામ પાલનપુર બીજ બેંક તરીખે ઓળખાય છે..
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Conservation, Primary teachers, Trees