ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુડ ન્યૂઝ મુવમેન્ટ પર સકારાત્મક વિડીયો પોસ્ટ કરવામાં આવે છે. આમ, હાલમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં પૌત્રીએ દાદીને એવી મસ્ત ગિફ્ટ આપી છે જે જોઇને દાદીમાંના ખુશ (grandmother happy to get doll as gift) થઇ જાય છે અને આ ગિફ્ટને ગળે લગાવી દે છે. જ્યારે આપણે નાનાં હોઇએ છીએ ત્યારે આપણાં દાદા-દાદી આપણી ખૂબ દેખભાળ કરતા હોય છે, પરંતુ જ્યારે આપણે મોટાં થઇએ ત્યારે આપણી ફરજ છે કે આપણે એમનું ખૂબ ધ્યાન રાખીએ.
આ પણ વાંચો: એક જ દોરડા પર સ્ત્રી-પુરુષની અન્ડરવેર લટકતી હશે તો..
બા ઢીંગલી જોઇને ખુશ થઇ ગયા
આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે દાદીમાં જેવી ગિફ્ટ ખોલે છે એવા તરત જ એને ભેટી લે છે અને ખૂબ બધો પ્રેમ આ ગિફ્ટને કરે છે. દાદીમાં એમની પૌત્રીને કહે છે કે, ગિફ્ટ આપવાની કોઇ જરૂરિયાત નથી હોતી, આટલી દૂરથી મળવા આવી છે એ જ સૌથી મોટી વાત છે. આમ, જ્યારે દાદીમાં આ ગિફ્ટ ખોલીને અંદર જુએ છે ત્યારે એમના ફેસ પર મસ્ત સ્માઇલ જોવા મળે છે. આ ગિફ્ટમાંથી એક ઢીંગલી નિકળે છે, જેને દાદીમાં ફેસ પર લગાવીને કહે છે કે આવી ઢીંગલી મારી પાસે નહોતી. પછી દાદીમાં પૌત્રીને ધન્યવાદ આપે છે અને કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મને આવી ઢીંગલી જોઇતી હતી.
આ પણ વાંચો: આ છે દુનિયાની 5 સૌથી ગંદી નોકરી
વિડીયો પર લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ
આ વિડીયો અત્યાર સુધીમાં 6 લાખથી પણ વધુ લોકોએ જોઇ લીધો છે. આ સાથે જ આ વિડીયો જોઇને અનેક લોકો મસ્ત કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક મહિલાએ કમેન્ટ કરી છે કે..આ ક્ષણ દાદીમાંને ભાવુક કરી દે છે કારણકે આવી ઢીંગલી એમની પાસે નહોતી. આ ઢીંગલી બહુ ફેમસ છે અને આનું નામ મારિલૂ ડોલ્સ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Great Grandmother, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર