વેજલપુર પોલીસે રાહીલ શેખ, કાસમ શેખ અને શાહેબાજ મોમીન નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ જુહાપુરા અને સરખેજ વિસ્તારના રહેવાસી છે. ત્રણેય આરોપીની ધરપકડનું કાવતરૂ રચી લુંટને અંજામ આપવાના ગુનામાં કરવામાં આવી છે. આરોપીએ ખાદીમ સોસાયટીમાં રહેતા નિવૃત્ત એન્જીનીયર જમાલુદ્દીન વઢવાણિયા ને તેના જ ઘરમાં કેદ કરી લૂંટ ચલાવી હતી. ફરિયાદીના ઘરમાં મકાન ખરીદવાના બહાને ઘરમાં ઘૂસી જમાલુદ્દીન વઢવાણિયાને દોરી અને ટેપ વડે બાંધી, ઘરમાં રહેલા 1 લાખ 11 હજાર રોકડ ની લૂંટ ચલાવી, કોરા ચેક પર સહિઓ કરાવી હતી. સાથે જ મકાનના જરૂરી કાગળો પર જબરજસ્તીથી સહી કરાવી આરોપી નાસી છૂટ્યા હતા.
અમદાવાદ બન્યું લોહિયાળ, જાહેરમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષનો લેવાયો ભોગ
ઝડપાયેલા ત્રણેય આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મુખ્ય આરોપી શાહજેબ મોમીન ભોગ બનનાર વૃદ્ધના ઘરની સામે જ રહે છે. એટલે આરોપીને માહિતી હતી કે, વૃદ્ધ ઘરમાં એકલા રહે છે. તેમને ડરાવવાથી મકાનના દસ્તાવેજો પર સહી કરી આપશે. તેથી પોતાના અન્ય બંને મિત્રો અને સહ આરોપી રહેલ શેખ અને કાસમ શેખની સાથે મળી કાવતરું રચ્યું. બાદમાં ફરિયાદીના ઘરે જઈ તેમને કેદ કરી રૂપિયા પડાવી મકાનના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. વૃદ્ધ સહી કરતા કરતા ઉંમરના લીધે હાથ ડગમગતા સહી ન કરી શક્યા અને તેના કારણે આરોપીઓએ માર પણ માર્યો હતો.
અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ
અમદાવાદમાં સીનીયર સિટીઝનને બંધક બનાવનાર આરોપીઓની ધરપકડ
3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
વૃદ્ધ પાસેથી મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ#Gujarat pic.twitter.com/SIQbx1Kmrr
— News18Gujarati (@News18Guj) September 18, 2022
મહત્વનું છે કે, લૂંટના આઠ દિવસ બાદ પણ ફરિયાદી પોલીસ સામે આવ્યા ન હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા બનાવની હકીકત સામે આવી છે. સાથે જ ઝડપાયેલા આરોપી અગાઉ લૂંટ મારા મારી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હતા. જેથી આરોપી ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર