જામીન અરજી ફગાવી દેતાં જસ્ટિસ બેચુ કુરિયન થોમસે પોતાના આદેશમાં કહ્યું હતું કે બાળ લગ્ન એ સમાજ માટે અભિશાપ છે અને POCSO કાયદો લગ્નની આડમાં બાળક સાથે શારીરિક સંબંધોને પ્રતિબંધિત કરવાનો છે. જસ્ટિસ થોમસે 18 નવેમ્બરે આપેલા આદેશમાં કહ્યું હતું કે, “હું માનું છું કે પર્સનલ લો હેઠળ મુસ્લિમો વચ્ચે લગ્ન POCSO કાયદાના દાયરામાં નથી. જો લગ્નના પક્ષકારોમાંથી એક સગીર છે, તો લગ્નની માન્યતા અથવા અન્ય તથ્યોને ધ્યાનમાં લીધા વિના, POCSO કાયદા હેઠળના ગુનાઓ લાગુ થશે.
મુસ્લિમ કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવાની દલીલ કામ ન આવી
હાઈકોર્ટ પશ્ચિમ બંગાળના રહેવાસી ખાલિદુર રહેમાન દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે દાવો કર્યો હતો કે આ છોકરી તેની પત્ની છે, જેની સાથે તેણે મુસ્લિમ કાયદા અનુસાર 14 માર્ચ, 2021ના રોજ લગ્ન કર્યા હતા. રહેમાને દાવો કર્યો હતો કે POCSO એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે મુસ્લિમ કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના લગ્નને મંજૂરી આપે છે.
કિશોરીની પ્રેગનન્સીનો ખ્યાલ હોસ્પિટલ પહોંચ્યા પછી આવ્યો હતો
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પથાનમથિટ્ટા જિલ્લાના કવિયુર
ખાતેના પારિવારિક આરોગ્ય કેન્દ્રે પોલીસને જાણ કરી જ્યારે પીડિતા તેની ગર્ભાવસ્થા માટે ઈન્જેક્શન લેવા ગઈ હતી. પીડિતાની ઉંમર 16 વર્ષની હોવાનું આધાર કાર્ડ પરથી જાણવા મળ્યા બાદ મેડિકલ ઓફિસરે 31 ઓગસ્ટ 2022ના રોજ પોલીસને જાણ કરી હતી.
વિચારશરણીમાં ફેરફાર માટે લાવવામાં આવ્યો પોક્સો એક્ટ
કોર્ટે કહ્યું હતું કે, “બાળક સામેના તમામ પ્રકારના જાતીય શોષણને ગુનો ગણવામાં આવે છે.” લગ્નને કાયદાના દાયરામાં રાખવામાં આવ્યા નથી.” કોર્ટે કહ્યું કે POCSO કાયદો સામાજિક વિચારસરણી અને પ્રગતિમાં પરિવર્તનના પરિણામે ઘડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કાકાએ પોતાની સગી ભત્રીજી પર નજર બગાડી, સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો
બાળ લગ્ન સમાજ માટે અભિશાપ છે
કોર્ટે કહ્યું, “બાળ લગ્ન બાળકના વિકાસની સંપૂર્ણ ક્ષમતા સાથે સમાધાન કરે છે. આ સમાજનો અભિશાપ છે. POCSO એક્ટ દ્વારા પ્રતિબિંબિત કાયદાકીય ઉદ્દેશ લગ્નની આડમાં પણ બાળક સાથે શારીરિક સંબંધોને પ્રતિબંધિત કરવાનો છે. તે સમાજની વિચારસરણીને પણ પ્રતિબિંબિત કરે છે.” કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ અનુસાર, છોકરીને તેના માતાપિતાની જાણ વગર પશ્ચિમ બંગાળથી કેરળ લાવવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kerala High Court, Pocso act