આ પણ વાંચોઃ- ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ ક્રિતિ સેનન ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા! ‘આદિપુરુષ’ ના સેટ પર નિકટતા વધી હતી
શાહરૂખ ખાનની સાથેની આ તસવીરને જાતે સ્ટંટમેને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સ્ટંટમેનના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રમાણે, તેનું નામ હસીત સવાની છે અને તે યુકેમાં રહેતો ઈન્ટરનેશનલ સ્ટંટ પરફોર્મર છે. તસવીરમાં શાહરૂખ અને હસીતના ચહેરા અને કપડાં પર લાલ રંગ લાગેલો છે. બંનેએ મેચિંગ આઉટફિટ પહેર્યા છે.
શાહરૂખ ખાન અને હસીત સવાનીએ ગ્રીન પડદાની આગ ઊભા રહીને પોઝ આપતા જોઈ શકાય છે. આ લોકેશન પર શાહરૂખના ભાગનું શૂટિંગ થયું હતું. હસીતે આ તસવીરને શેર કરતા લખ્યું, બોલિવૂડ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેનો કેમિયો સ્ક્વિન્સ માટે લીજેન્ડ શાહરૂખ ખાન માટે સ્ટંટ ડબલ બનવાથી ઘણી ખુશી થઈ રહી છે.
ફેન્સ વખાણ કરી રહ્યા છે
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરતા ‘બ્રહ્માસ્ત્ર’માં તેના પ્રદર્શનના માટે સ્ટંટ ડબલના વખાણ કર્યા. એક ફેને લખ્યું, આ પ્રકારના એક્શન કરનાર સ્ટંટમેનને સલામ. એક અન્ય યુઝરે કહ્યું, ભાઈ તમે જોરદાર છો. એક અન્ય યુઝરે લખ્યું, તમે તમારા કામ માટે પ્રશંસાને લાયક છો.
તમને જણાવી દઈએ કે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રે બોક્સ ઓફિસ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ રિલીઝના બીજા અઠવાડિયે પણ ધૂમ કમાણી કરી રહી છે. માત્ર ઈન્ડિયામાં જ નહીં વર્લ્ડવાઈડ પણ ફિલ્મ બ્રહ્માસ્ત્ર સારી એવી કમાણી કરી રહી છે. વર્લ્ડવાઈલડ બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ બ્રહ્માસ્ત્રે પહેલા અઠવાડિયે 300 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Brahmastra, Photo viral, Shah Rukh Khan