Shiva)ની રિલીઝ પછી બધા પૂછી રહ્યા છે કે દેવ કોણ છે? – News18 Gujarati


‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા’(Brahmastra Part 1: Shiva)ની રિલીઝ પછી બધા પૂછી રહ્યા છે કે દેવ કોણ છે? ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે શાહરૂખ, હૃતિક રોશન અને રણવીર સિંહ હશે. આ અટકળોની વચ્ચે સૌથી ટોપ પર રણવીર સિંહ છે. ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2ઃ દેવ’માં તેમાંથી કોણ દેવની ભૂમિકા નિભાવશે. આ દરમિયાન કરન જોહરે પુષ્ટિ કરી છે કે એક એક્ટરને દેવની ભૂમિકા માટે સાઈન કરવામાં આવ્યો છે. કરને શનિવારે ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન આ ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચોઃ- ‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ 2 માં રણબીર કપૂરની માતાના રોલમાં દીપિકા પાદુકોણ હશે! પાર્ટ-1થી મળી હિન્ટ

કરન જોહર અત્યારે દુબઈમાં છે અને તેણે ફેન્સની સાથે એક લાઈવ સેશન હોસ્ટ કર્યું. લાઈવ સેશન દરમિયાન સિદ્ધાર્થ નામના એક સોશિયલ મીડિયા યુઝરે તેને પૂછ્યું કે અયાન મુખર્જીના અસ્ત્રાવર્સમાં દેવ કોણ છે? કરણને તેનો જવાબ આપ્યો, તમારી પાસે પહેલાથી જ અંદરની જાણકારી છે, તમારે આ પૂછવાની જરૂર નથી કે દેવ કોણ પ્લે કરી રહ્યું છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં એવું લાગતું હતું કે એક પત્રકારે ખોટી રીતે પુષ્ટિ કરી દીધી હતી કે રણવીર સિંહ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ-2 દેવ’માં દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે. એક વીડિયોમાં ફિલ્મ કેમ્પેનિયના અનુપમા ચોપરાએ ખુલાસો કર્યો કે અયાને ફિલ્મ માટે રણવીરને લીધો છે. વીડિયોમાં તેઓ એવું કહેતા જોવા મળી રહ્યા હતા મને આશા છે કે આ ફિલ્મ (બ્રહ્માસ્ત્ર પાર્ટ 1ઃ શિવા)ની શીખ મેકર્સને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સાથે એક કિક પાર્ટ ટૂ બનાવવામાં સક્ષમ બનાવે છે.

દીપિકાએ રણબીરની માતાની ભૂમિકા નિભાવી

ફિલ્મ જોઈ ચૂકેલા ફેન્સને યાદ હશે કે બ્રહ્માસ્ત્રમાં દીપિકા પાદુકોણને અમૃતાના રોલમાં બતાવવામાં આવી છે જે એક જલ અસ્ત્રના સ્વરૂપમાં હતી. તે શિવા (રણબીર કપૂર)ની માતાની ભૂમિરા નિભાવે છે. જો કે અયાને ફિલ્મમાં તેની એક ઝલક બતાવી છે, જેનાથી દીપિકાના પાત્ર વિશે ખબર પડે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Brahmastra, Karan johar, Ranveer Singh



Source link

Leave a Comment