125 કિલો ડેડલિફ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
પાવર લિફ્ટિંગ રમતમાં ત્રણ લિફ્ટ્સ પર મહત્તમ વજનના ત્રણ પ્રયાસોનો સમાવેશ થાય છે. જેમાં સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ. જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય શિવાની શુક્લાએ જુનિયર કેટેગરીમાં નેશનલ લેવલ પર પાવર લિફ્ટિંગ ક્ષેત્રે મહત્તમ 125 કિલો ડેડલિફ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
જમ્મુ-કશ્મીર ખાતે યોજાયેલી નેશનલ લેવલની પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં વિજેતા યુવતીને ઈન્ડિયન પાવર લિફ્ટીંગ ફેડરેશન દ્વારા વિજેતા શિવાનીને ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હતો. આ માટે શિવાની શુક્લાની કોચ પુજા સિંઘ એ શિવાનીને સખત અને સતત આ સ્પર્ધા માટે તૈયાર કરી હતી અને ગોલ્ડ મેડલ વિજેતા બનાવી હતી. આ સ્પર્ધા સામાન્ય રીતે ફેડરેશન પર આધાર રાખે છે.
આ પણ વાંચો: શું તમે તમારા ઘરનું ઈન્ટિરીટર ડેકોરેટ કરવા માંગો છો? અહી 1000 કરતા પણ વધુ છે વેરાયટી
14 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 2 વાર નેશનલ ચેમ્પિયન તરીકે વિજેતા મેળવી છે
શિવાની એ પોતાની કારકિર્દીની શરૂઆત એક જીમથી કરી હતી. તેણે સૌપ્રથમ અમદાવાદ સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા આયોજીત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ગુજરાત અને ઈન્ડિયા લેવલે પણ પ્રથમ રેન્ક મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે અત્યાર સુધીમાં 14 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ મેળવ્યા છે. જેમાં 2 વખત નેશનલ લેવલ પર વિજેતા પ્રાપ્ત કરી ચુકી છે.
ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી ભારતનું ગૌરવ વધારવાનું સ્વપ્ન
શિવાની શુક્લા સાથે વાત કરતા જણાવ્યું કે પાવર લિફ્ટિંગ ક્ષેત્રે મોટા ભાગે સ્પર્ધક તરીકે છોકરાઓ નામના મેળવતા જોયા છે. પરંતુ એક છોકરી તરીકે સ્પર્ધામાં ભાગ લઈને તેણે ઈતિહાસ રચ્યો છે. જે સૌ લોકો માટે એક ખુશીની વાત છે. તેનું સ્વપ્ન ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી ભારતનું ગૌરવ વધારવાનું છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Award, Gold Medal, National