Table of Contents
શેરની હિસ્ટ્રી
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો શેર NSE પર રૂ. 111.10ના આગલા બંધથી 0.59% વધીને રૂ. 111.75ની સપાટીએ ટ્રેડિંગમાં બંધ રહ્યો હતો. ટ્રેડિંગમાં શેર દ્વારા કુલ વોલ્યુમ 27,675,466 શેર નોંધાયું હતું, જ્યારે 20 દિવસનું સરેરાશ વોલ્યુમ 25,560,615 શેર હતું. શેરનો ભાવ 1 જાન્યુઆરી 1999ના રૂ. 0.22થી વધીને વર્તમાન બજાર ભાવ સુધી પહોંચ્યો છે, જે મલ્ટિબેગર રિટર્ન ધરાવે છે અને 50,695.45 ટકા સાથે ઓલ-ટાઇમ હાઇ છે.
બોનસ શેર
રોકાણકારે કંપનીના પ્રારંભિક તબક્કેથી શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તેના પોર્ટફોલિયોમાં 4,54,545 શેર હોત. આ પછી કંપનીએ વર્ષ 2015, વર્ષ 2017માં અને તાજેતરમાં 15 સપ્ટેમ્બર 2022ના રોજ 3 બોનસ ઇશ્યૂ જાહેર કર્યા હતા.
આંકડા મુજબ, કંપનીએ વર્ષ 2015માં પ્રથમ વખત 2:1ના રેશિયોમાં બોનસ શેર્સ આપ્યા હતા, જેમાં રોકાણકારના ઇનિશિયલ શેરહોલ્ડિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને કુલ શેરની સંખ્યા 13,63,635 થઈ ગઈ હતી, પરિણામે શેરના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો હતો.
ત્યારબાદ થોડા જ વર્ષમાં કંપનીએ ફરીથી બોનસ શેરની જાહેરાત કરી હતી, પરંતુ આ વખતે તે 1:10ના રેશિયોમાં આપ્યા હતા. જેના કારણે શેરહોલ્ડિંગમાં 1,36,363નો ઉમેરો થયો હતો અને શેરની સંખ્યા વધીને 14,99,998 થઈ ગઈ છે અને તે વર્ષ 2017માં નફાકારક સાબિત થઈ હતી.
તાજેતરમાં 15 સપ્ટેમ્બર 2022ના રોજ કંપનીએ 2:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યો હતો. જેમાં રોકાણકારને વધારાના 29,99,996 શેર મળ્યા હતા અને કુલ શેરહોલ્ડિંગ કુલ 44,99,994 થયું હતું. જે હવે ઇનિશિયલ શેરો કરતા ઘણા ગણા વધારે છે.
રોકાણ 1000થી વધારે ગણું વધ્યું
મળતા આંકડાઓ પરથી કંપનીના બોનસના તમામ ઈશ્યૂ રોકાણકારો માટે ફાયદાકારક રહ્યા હોય તેમ જણાય છે અને લાંબા સમય સુધી કંપની સાથે રહેવાનો નિર્ણય લેનાર રોકાણકારે મોટો નફો કર્યો હોવાનું ફલિત થાય છે. આ કંપનીમાં કરેલું શરૂઆતનું રોકાણ આસમાનને આંબી ગયું છે અને 1000થી પણ વધુ ગણું વધી ગયું હતું. વર્તમાન બજાર ભાવે અત્યાર સુધીમાં કુલ 44,99,994 શેરની કિંમત રૂ. 50.28 કરોડથી વધુની થઈ ગઈ હતી.
કંપનીના Q1FY23 પરિણામો
BELએ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 3063.58 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1564.34 કરોડનું ટર્નઓવરની હતું, જે સ્ટેન્ડઅલોન ધોરણે 95 ટકાની YOY વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ Q1FY23માં રૂ.2694.42 કરોડનો કુલ ખર્ચ નોંધાવ્યો હતો. Q1FY22માં ખર્ચ રૂ. 1664.08 કરોડ હતો, જે 61.91 ટકાની YOY વૃદ્ધિ દર્શાવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, Q1FY23માં કર પહેલાંનો નફો (પીબીટી) ક્વાર્ટર 1FY222માં નોંધાયેલા રૂ. 15.17 કરોડના કરવ પહેલાંના નફા (પીબીટી) સામે રૂ. 578.10 કરોડ અને ક્વાર્ટર 1FY23માં પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) રૂ. 431.49 કરોડ રહ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ. 11.15 કરોડના (પીએટી) સામે રૂ. 431.49 કરોડ હતો. Q1FY23માં કંપનીની શેર દીઠ આવક (ઈપીએસ) વધીને ₹1.77 થઈ હતી. આ આવક Q1FY22માં રૂ. 0.05 હતી
આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?
હવે BELના શેર ખરીદવા જોઈએ કે નહીં?
Livemintના અહેવાલ મુજબ બ્રોકિંગ ફર્મ ICICI સિક્યોરિટીઝના સંશોધન વિશ્લેષકોએ ગુરુવારે નોટમાં જણાવ્યું હતું કે, કંપનીએ 4 ઓગસ્ટ, 2022ના રોજ બોનસ ઇશ્યૂ અંગે જાહેરાત કરી હતી. બોનસ શેરનો ઇશ્યૂ 2:1ના રેશિયોમાં છે એટલે કે દરેક હાલના ઇક્વિટી શેર માટે બે નવા બોનસ ઇક્વિટી શેર છે. આથી, આ કોર્પોરેટ એક્શન પછી અમે અમારી ટાર્ગેટ કિંમત સુધારીને રૂ.135 કરીએ છીએ. અમે નાણાકીય વર્ષ 24 ઇપીએસ પર 30x P/Eના આધારે ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર અને મૂલ્ય પર અમારું બીએબીએ રેટિંગ જાળવી રાખ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બિન-સંરક્ષણ ક્ષેત્રોમાં ડાયવર્સીટી કરવાની, નિકાસ અને સેવાઓના હિસ્સામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સ્ટ્રેટેજી લાંબા ગાળાની વૃદ્ધિને મદદ કરશે. જૂન 2022ના અંત સુધીમાં રૂ. 55,333 કરોડનો બેકલોગ ઓર્ડર ગણાય છે.
અત્યારે કંપની પાસે ઘણા ઓર્ડર છે. ભારત ડાયનામિક્સની આકાશ પ્રાઇમના 4000 કરોડના, હિમશક્તિ ઇલેક્ટ્રોનિક વોરફેર (ઇડબલ્યુ)ના 3200 કરોડના, અરુધ્રા રડારના 3000 કરોડના, એમઆઇ-17 હેલિકોપ્ટર માટે ઇડબલ્યુ સિસ્ટમના 1500 કરોડના, જહાજોની ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ માટે 12000 કરોડના અને વેપન ડિટેન્કટિંગ રડાર માટે 1000 કરોડના ઓર્ડર કંપની પાસે છે.
આ પણ વાંચો: લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા
આ ઉપરાંત નાણાકીય વર્ષ FY24Eમાં રૂ.20,000 કરોડની ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (ક્યુઆરએસએએમ), રૂ.15,000-20,000 કરોડની મધ્યમ રેન્જની સરફેસ ટુ એર મિસાઇલ (એમઆરએસએએમ)ના મોટા ઓર્ડરની અપેક્ષા છે.
તેઓ ઉમેરે છે કે, અમે નાણાકીય વર્ષ FY22-FY24માં આવક, EBITDA અનુક્રમે 18.5 ટકા, 20.1 ટકાના CAGR પર વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા રાખીએ છીએ, જે ~22% રેન્જમાં સતત માર્જિન દ્વારા ઉપસે છે. જ્યારે મજબૂત બેલેન્સશીટ, ડબલ ડિજિટ રિટર્ન રેશિયો, શેરની ભાવિ કિંમતની કામગીરી માટે મુખ્ય ટ્રિગર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Investment tips, Multibagger Stock, Stock market, Stock tips