Table of Contents
Mr.RPએ કર્યા 16-17 મિસ્ડ કોલ
ઓગસ્ટમાં ઉર્વશીએ બોલિવૂડ હંગામા સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “નવી દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન કોઇ મિ.આરપી તેને આતુરતાથી મળવા ઇચ્છતું હતું. તેણે 16-17 મિસ્ડ કોલ પણ કરી દીધા હતા.”આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જુહુમાં ફ્લેટ ભાડે રાખ્યો, ભાડું અને ડિપોઝીટ જાણીને ઉડી જશે તમારા હોશ
પંતે આપી ઇન્ટરવ્યૂ અંગે પ્રતિક્રિયા
આ ઇન્ટરવ્યૂનો વાયરલ વિડીયો જોયા બાદ પંતે પ્રતિક્રિયા આપી હતી અને એક પોસ્ટમાં લખ્યું હતું કે, “કેટલું ફની છે કે અમુક લોકો ખોટી પોપ્યુલારીટી મેળવવા અને હેડલાઇનમાં છવાઇ જવા માટે ઇન્ટરવ્યૂમાં ખોટું બોલે છે. ઘણું દુ:ખદ છે કે અમુક લોકો ફેમ અને નેમના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે #merapichachorhoBehen #Jhuthkibhilimithotihai.” આ પોસ્ટ તેણે થોડા સમય બાદ ડિલીટ કરી દીધી હતી.
ઉર્વશીએ કહ્યું- છોટું ભૈયા બેટ-બોલ રમો
અભિનેત્રીએ પંતની આ પોસ્ટ અંગે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીએક્શન આપ્યું હતું. તેણે લખ્યું કે, “છોટું ભૈયાએ બેટ-બોલ રમવું જોઇએ. યંગ કિડો ડાર્લિંગ તારા માટે બદનામ થવા માટે હું કોઇ મુન્ની નથી. રક્ષાબંધન મુબારક હો. #RPChotuBhaiyya#Cougarhunter #donttakeadvantageofasilentgirl #love #UrvashiRautela #UR1”. જોકે, બાદમાં ઉર્વશીએ પણ આ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી. પંતે એક વખત જણાવ્યું હતું કે, એવી વસ્તુઓ અંગે સ્ટ્રેસ ન લો, જેને તમે કંટ્રોલ કરી શકતા નથી.
આ પણ વાંચોઃ તાપસી પન્નુએ શેર કર્યુ ‘Blurr’નો ફર્સ્ટ લૂક, નાજુક હ્રદયવાળા ના જુએ આ વીડિયો
‘ઉર્વશી ઇચ્છે છે કોઇ તેને ટીઝ કરે’
ત્રણ મહિના પછી પંતના સાથી ખેલાડી ગિલે ચેટ શો ‘દિલ દિયાં ગલ્લા’માં સોનમ બાજવા સાથેની વાતચીત દરમિયાન પંત-ઉર્વશીની અફવા સાફ કરી દીધી હતી. ગિલને પૂછવામાં આવ્યું હતું કે ટીમના સભ્યોએ આ સ્ટોરી પર કેવી પ્રતિક્રિયા આપી છે અને ભારતના બેટ્સમેને જવાબ આપતા કહ્યું હતું કે, “રિષભ પંતની તરફથી કંઈ જ નથી. તે તેની પ્રવૃત્તિઓથી વિચલિત થતો નથી. ખરેખર, ઉર્વશી ઇચ્છે છે કે કોઈ તેને ટીઝ કરે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર