Shukra Grah Gochar 2022, Venus Transit In Virgo 2022: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને કોઇને કોઇ ગ્રહ તેની રાશિ બદલે છે. તો હવે ભોગ વિલાસિતા, વૈવાહિક સુખ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવતો શુક્ર ગ્રહ કન્યા રાશિમાં 24 સપ્ટેમ્બરનાં પ્રવેશ કરવાં જઇ રહ્યો છે. જ્યાં શુક્ર ગ્રહની ઉછ્ચ રાશિ મીન અને નીચ રાશિ કન્યા છે. તો વૃષભ અને તુલા રાશિ વાળા પર શુક્ર ગ્રહનું આધિપત્ય માનવામાં આવે છે. આ કારણે શુક્રનું કન્યા રાશિમાં ગોચર ઘણી રાશઇઓ માટે ફાયદાકારક છે તો કેટલાંકનાં જીવન પર તે નકારાત્મક અસર છોડી શકે છે. તો ચાલો આજે નજર કરીએ આ પરિવર્તનથી કઇ રાશિની કિસ્મત ખુલી જશે.