ટ્વિટર એકાઉન્ટ @fasc1nate પર વારંવાર આશ્ચર્યજનક વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એક ખતરનાક દેખાતો સાપ માણસના હાથમાં વિચિત્ર રીતે પોતાના શરીરને વળાંક આપતો જોવા મળે છે. વિડીયો સાથેના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે તે હોગ્નોઝ સાપનો વિડીયો છે જે પોતાને બચાવવા અથવા શિકાર કરવા માટે અનોખી રીતે આગળ વધે છે.
શરીરને વળાંક આપીને સાપે કર્યો હુમલો
વીડિયોમાં સાપનું માથું મધ્યમાં સ્થિર છે જ્યારે તેનું આખું શરીર ગોળ ગોળ ફરે છે. તે શરીરને એવી રીતે ફેરવી રહ્યો છે કે તેને જોઈને એવું લાગે કે તે વ્યક્તિને હિપ્નોટાઈઝ કરી રહ્યો છે અને તેને ભ્રમમાં મૂકી રહ્યો છે. તમે એ પણ જોશો કે શરીરને આ રીતે ફેરવવા પર લોકોનું ધ્યાન તેના શરીર પર જશે અને આંખો ચહેરા પર રહેશે નહીં.
A hog nose snake’s mesmerizing defensive display pic.twitter.com/aS16pHZOlP
— A.BAYRAM (@AlianaBayram) November 2, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: OMG VIDEO, Snake, Viral videos