special trip was conducted for Specially Abled childrens jsv dr – News18 Gujarati


Sanjay Vaghela, Jamnagar: ચોમાસાની સીઝનમાં કુદરતી સોંદર્ય સોળે કાળાએ ખીલી ઉઠે છે, લોકો પરિવાર સાથે નાનીનાની પીકનીકનું આયોજન કરી ફરવા નીકળી પડે છે. જો કે આપણા સમાજમાં કેટલાક એવા પણ લોકો છે, જેઓનું આ દુનિયામાં કોઈ નથી. તેઓ સમાજસેવા કરતી સંસ્થાઓમાં રહે છે અને જીવનનિર્વાહ કરે છે. આવા લોકોને પણ હરવા-ફરવાનો શોખ હોય છે પરંતુ તેઓને તક મળતી નથી. જો કે જામનગરમાં એક સેવાભાવી સંસ્થાએ નવતર પ્રયાસ કર્યો અને ખારા અર્થમાં જરૂરિયાતમંદ લોકોને મોજ કરાવી હતી. હાલ ચોમાસાને કારણે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં અદ્ભૂત સોંદર્ય જોવા મળી રહ્યું છે. દૂર-દૂરથી લોકો અહીં ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે આ કુદરતી સોંદર્યની દિવ્યાંગ લોકો પણ મજા માણી શકે તે માટે જામનગરથી એક પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40થી 45 મનોદિવ્યાંગોને જૂનાગઢમાં ફરવા લઇ જવામાં આવ્યા હતા.

જામનગરમા ઓમ ટ્રેનીંગ સેન્ટર નામની સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોને અલગ-અલગ એક્ટિવિટી કરાવામાં આવે છે. ત્યાં અંદાજીત 40 થી 45 મનોદિવ્યાંગ બાળકો તેમની સંસ્થામાંછે. ત્યારે તા.11-09-2022 ના રોજ લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન દ્વારા આયોજિત મનોદિવ્યાંગ બાળકો માટે એક ખાસ પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ડૉ. નરેન્દ્રભાઇ ભેંસદડિયા પરિવારના સહયોગથી સ્પેશિયલ બસ બાંધી મનોદિવ્યાંગ બાળકો અને તેમનાં વાલીઓને સાથે લઈ જામનગરથી જૂનાગઢ અને તોરાણીયાની યાત્રા કરાવામાં આવી હતી. જેમાં ટોટલ 48 જેટલા બાળકો વાલીઓ અને સાથે ક્લબના મેમ્બર જોડાયા હતા.

યાત્રા દરમિયાન સવારનો નાસ્તો હીરીબેન , ધ્રુવીબેન સોમપુરા, મીનાબેન, પરેશભાઇ, અલકાબેન દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ જૂનાગઢ ગોરખનાથ આશ્રમની મુલાકાત લઈ બપોરની ભોજન પ્રસાદી ત્યાં લીધી હતી. અને ત્યાં મહંત શેરનાથ બાપુના સાનિધ્યમાં આશ્રય લઈ ત્યાંના મહેન્દ્રનાથ બાપુ દ્વારા તમામ પ્રોત્સાહન રૂપે રોકડા રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં ખેલૈયાઓ આ વખતે કરશે પુષ્પા સ્ટાઇલમાં ગરબા

તોરાણીયા ધામમાં બાળકોએ ચા પાણી અને રાશ ગરબા અને અંતાક્ષરીની મોજ માણી હતી. મનોદીવ્યાંગ બાળકોને ભોજન અને નાસ્તા પાણી તો ઘણા ખરા કરાવતા હોય છે પણ આવી રીતે શહેરની બહાર પ્રવાસમાં ભાગ્યેજ લઇ જવામાં આવતા હશે. ઓમ ટ્રેનીંગ સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતા આ આયોજન કરનાર લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન અને સહયોગી નરેન્દ્રભાઈ ભેંસદડિયા નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર સમાચાર



Source link

Leave a Comment