તપાસ ટીમ 3 દિવસમાં આપશે રિપોર્ટ
સમગ્ર મામલો સહારનપુરના આંબેડકર સ્પોર્ટ સ્ટેડિયમનો હતો, જ્યાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં રાજ્ય કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા સહારનપુર આવેલી મહિલા ખેલાડીઓ માટે બનાવવામાં આવેલું જમવાનું સ્ટેડિયમના ટોયલેટમાં મૂકેલું દેખાઈ રહ્યું હતું અને ખેલાડીઓ ત્યાંથી જમવાનું લઈ જતા પણ દેખાઈ રહ્યાં હતા. આ સમાચારને ન્યુઝ18ને કવર કર્યા હતા, તે પછીથી શાસન અને ક્ષેત્રીય પ્રશાસને મામલા બાબતે ગંભીરતા દાખવી હતી. શાસન દ્વારા ક્ષેત્રીય સ્પોર્ટ્સ અધિકારી અનિમેષ સક્સેનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા અધિકારી અખિલેશ સિંહએ પણ સમગ્ર મામલામાં ADMના નેતૃત્વમાં ટીમની રચના કરીને તપાસ બેસાડી દીધી છે, આ અંગેનો રિપોર્ટ તપાસ ટીમ 3 દિવસમાં આપશે.
તપાસ ટીમે ખેલાડીઓના નિવેદન લીધા
બીજી તરફ મંગળવારે તપાસ ટીમ એડીએમ રજનીશ કુમાર મિશ્રના નેતૃત્વમાં આંબેડકર સ્ટેડિયમમાં પહોંચી અને ત્યાં તેમણે ખેલાડીઓ અને કોચના નિવેદન લીધા. વાઈરલ વીડિયોમાં દેખાઈ રહેલી જગ્યાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બીજા શહેરોમાંથી ખેલાડીઓના ફોન નંબર એકત્રિત કરીને તેમના નિવેદન અને ફીડબેક પણ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cockroach in Food, Food Poising, Food safety