હળવા અંદાજમાં ગંભીર વાત દર્શકોને કહીને મનોરંજન કરાવતા
રાજુ શ્રીવાસ્તવ હમેશાં હળવા અંદાજમાં ગંભીર વાત કહેતા દર્શકોને ખૂબ મનોરંજન કરાવતા હતા. લાલુ યાદવની એક્ટિંગના રાજૂના તમામ વીડિયો સોશિયલ મીડિયા પર તમને મળી જશે. લાલુ અને બરાક ઓબામાની મુલાકાતનો એક કિસ્સો કહેતા તેમણે કહ્યું હતું કે બરાક ઓબામાએ એક વખત લાલુ યાદવને પૂછ્યું હતું કે શું તમે તરી શકો છો. તેની પર લાલુએ કહ્યું ના…પછી બરાકે કહ્યું શું વાત છે તમને તરતા નથી આવડતું… કુતરું પણ તરી લે છે..આ બાબતે લાલૂએ કહ્યું કે તમને આવડે છે તો બરાકે કહ્યું હતું કે હા આવડે છે, તો પછી તમારામાં અને કુતરામાં શું તફાવત છે?.. રાજૂ આટલું જ કહે એટલે લોકો પેટ પકડીને હસી પડતા હતા.
લાલુ યાદવને પસંદ હતો રાજૂ શ્રીવાસ્તવનો અંદાજ
એક વખત રાજુ શ્રીવાસ્તવે સંભળાવ્યું હતું કે લાલુ યાદવ ખૂબ જ મહેનતુ છે અને તમામ ભારતીય નેતાઓમાંથી સૌથી વધુ બાળકો ધરાવતા નેતા છે. તેની પર લાલુ યાદવે કહ્યું કે તેની પાછળ કોંગ્રેસનો હાથ છે, કારણ કે ફેમિલિ પ્લાનિંગ કોંગ્રેસની યોજના હતી અને તે સમયે અમે વિપક્ષમાં હતા અને તેમની દરેક યોજનાનો વિરોધ કરવો તે અમારો ધર્મ હતો.
લાલુની સાથે-સાથે તે રાબડી દેવી પર પણ કિસ્સાઓ સંભળાવતા હતા
રાજુએ એક વખત લાલુ અને તેમની પત્ની રાબડી દેવી પર કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે મારા જેવા કોમેડિયન લાલુ યાદવના નામથી પૈસા કમાઈ રહ્યાં છે રાજુની આ કોમેડી પર લાલુ યાદવ પણ ખૂબ હંસતા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Comedian, Raju srivastav