વનપાલ અને વન રક્ષકોની આ છે માંગણીઓ
વનપાલ અને વન રક્ષકો પોતાના ગ્રેડ-પે સહિતની આંગળીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે જેમાં કર્મચારીઓને કાયમી ભરતી બદલી રજા નો હક પગાર સહિતની માંગણીઓ કરવામાં આવી છે જેથી આ કર્મચારીઓ સદંતર હડતાલ પર હોય જંગલ નોંધારું ન બને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીઆરપીએફના જવાનોને જંગલમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.
જંગલો નો રસ્તો હાલ અત્યંત ખરાબ
થોડા દિવસો પહેલા જ ન્યૂઝ 18 ની ટીમે જંગલોના આંતરિક રસ્તાઓ બતાવી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર બતાવવાની કોશિશ કરી હતી કે કઈ રીતે વનકરમીઓ પોતે ચોમાસાની ખૂબ ખરાબ પરિસ્થિતિઓ અને રસ્તાઓમાં હેરાન પરેશાન થતા હોય છે તેવી પરિસ્થિતિમાં રહેવા માટે સીઆરપીએફના જવાનો ટેવાયેલા નથી જેથી હાલમાં સીઆરપીએફના જવાનોને અત્યંત કીચકાણ અને ગીચ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં જવું પડતું હોવાથી તેઓ પણ અવઢવમાં મુકાયા છે.
સીઆરપીએફનો બંદોબસ્ત 30 સુધી લંબાવાયો
વનકરમીઓની હડતાલના પગલે સીઆરપીએફના જવાનોનો બંદોબસ્ત 16 સપ્ટેમ્બર સુધી રખાયો હતો પરંતુ 16 સપ્ટેમ્બર સુધીમાં વનકર્મીઓની હડતાલ લો નિરાકરણ ન આવતા સીઆરપીએફના જવાનોનો બંદોબસ્ત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો છે.
1987 માં પણ 42 દિવસ હડતાલ થઈ હતી પરંતુ પરિણામ નિષ્ફળ
વન વિભાગ ના કર્મચારીઓએ 1987માં પણ 42 દિવસ સુધી હડતાલ કરી હતી. આ 42 દિવસ સુધી હડતાલમાં ગાંધીનગર ખાતે વન કરમી હોય એ ધરણા કર્યા હતા. જેમાં સરકારે સમગ્ર માંગણી સ્વીકારી ન હતી અને પોલીસ પાસે દંડા મારવી અને હડતાલને નિષ્ફળ બનાવી હતી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Asiatic Lion, Gir Lion, Junagadh news