વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી. ચૂંટણી પહેલા નવરાત્રી અને દિવાળીના આગામી કાર્યક્રમ નક્કી કરાયા હતા. ભારત જોડો યાત્રા અંતર્ગત દરેક તાલુક દીઠ 75 બાઇક રેલીનું આયોજન કરવા આહ્વાન કરાયું હતું. તેમજ આગામી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રોડ શો કરશે. તે પહેલા ગામે ગામ જઇ તૈયારીઓ શરૂ કરવા સૂચનાઓ અપાઇ હતી. આ ઉપરાંત કોંગ્રેસ નવરાત્રી સમયે શક્તિ વંદના કાર્યક્રમ કરશે. કોંગ્રેસ પક્ષે નવરાત્રી અને દિવાળી તહેવાર સુધી કાર્યક્રમની રૂપ રેખા તૈયાર કરી છે. પ્રજાના મુદાઓ પ્રાધાન્ય આપી કાર્યકર્તાઓ કામે લાગી જવા આહ્વાન કરાયું હતું.
આ પણ વાંચો: કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોની ટિકિટની માગ; 55 બેઠકોની માગ સાથે કરણીસેનાની રેલી
કોંગ્રેસ પહેલી વાર 52 હજાર બુથ સુધી કોંગ્રેસના આઠ વંચન સાથે નાગરિક અધિકાર પત્ર લઇ જશે. આ સાથે ભાજપ શાસનની છ નિષ્ફળતાઓ દર્શાવતી પત્રિકા તૈયાર કરી છે. 52 હજાર બુથ ઇન્ચાર્જને પરિણામ સુધી શું કામગીરી કરવાની છે તેની જવાબદારી પણ સોપાઇ છે. બુથમાં મતદાર યાદીના દરેક પાના દિઠ તે પાના પર જે નામ હોય તેમાંથી એક કાર્યકરને પ્રેઇઝ પ્રભારી બનાવવાનો છે અને તે પ્રેઇઝના 30 મતદારોને મતદાન કરાવાની જવાબાદીર સોંપાશે. આ ઉપરાંત મારુ બુથ મારુ ગૌરવ અભિયાન અંતર્ગત દોઠ કરોડ પત્રિકા આપવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઇ બુથ કાર્યકર્તા આ પત્રિકા આગામી 24, 25 અને 26 સપ્ટેમ્બરના રોજ આપશે.
ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ગુજરાત કોંગ્રેસે ઠરાવ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરી હતી. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો. ચૂંટણી PRO સોભા ઓઝાની ઉપસ્થિતિમાં ઠરાવ પસાર કર્યો હતો. દર ચૂંટણીમાં બેક ફૂટ પર રહેતી કોંગ્રેસ મિશન 2022 માટે ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે, ત્યારે કોંગ્રેસની નવી સ્ટ્રેટજીનો કેટલો લાભ 2022 ચૂંટણી મળે છે તે જોવાનું રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Congress Gujarat, Gujarat Assembly Elections 2022, Gujarat News