Table of Contents
અમેરિકન શેર બજારમાં મોટો કડાકો
છેલ્લા બે દિવસથી અમેરિકન શેરબજારમાં સતત કડાકા બોલી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજ દરમાં 0.75 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તેમજ ફેડ રિઝર્વે આગામી સમયમાં નવેમ્બરમાં પણ વ્યાજદરમાં વધુ વધારો કરશે તેવા સંકેત આપ્યા હતા. ત્યારથી રોકાણકારો યુએસ શેરબજારથી દૂર થઈ રહ્યા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સામેલ NASDAQ પર 1.37 ટકાનો મોટો કડાકો બોલ્યો હતો.
યુરોપિયન માર્કેટ પર અમેરિકાના પગલે
અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા સત્રમાં 1.84 ટકાના મોટા નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.87 ટકા તૂટીને બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જ પણ અગાઉના સત્રમાં 1.08 ટકા તૂટ્યો હતો.
એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા સાથે ખૂલ્યા છે અને રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.43 ટકાનો ઘટાડો જોવા મળી રહી છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.58 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગના શેરબજારમાં પણ 0.51 ટકા અને તાઈવાનના બજારમાં 0.08 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય દક્ષિણ કોરિયાનું કોસ્પી પણ 1.01 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE Sensex, Business news, Nifty 50, Share market, Stock market