વિશ્વભરમાં ઘટાડો થયો છે, તો ભારતમાં પણ વેચવાલીનું પ્રમાણ વધી ગયું છે. હજુ ફેડ પોલિસીના પરીણામો આવવામાં 24-48 કલાક બાકી છે, પરંતુ શુક્રવારનો ઘટાડો એકાએક સોમવારે બજારમાંથી ગાયબ જોવા મળી રહ્યો હતો. બજારની શરૂઆત ઘટાડા સાથે થતા થોડી વાર બાદમાં ખરીદદારોનો જોશ હાઇ દેખાયો હતો. સોમવારે 19 સપ્ટેમ્બરે સેન્સેક્સ 300.44 અંકની તેજી સાથે 59,141.23ના લેવલ પર બંધ થયો હતો. તો નિફ્ટી 91.40 પોઇન્ટની તેજી સાથે 17,622.25 પર બંધ થયો હતો. આવામાં નાના રોકાણકારો મૂંઝવણમાં છે કે હવે શું કરવું.
નાના રોકાણકારોએ શું કરવું?
નાના રોકાણકારો અથવા ટ્રેડર્સને બજારમાં ટકી રહેવા માટે પોતાનું ધ્યાન મધ્યમથી લાંબા સમયગાળા પર રાખીને ધૈર્ય સાથે ટકી રહેવું જોઇએ, તો જ તેમને સફળતા મળશે. એવામાં બજારમાં રોકાણકારોએ કેવું વલણ દાખવવું જોઇએ, આ સવાલનો જવાબ ભારતીય અને વિશ્વ અર્થવ્યવસ્થાની સ્થિતિઓનું વિશ્લેષણ કરીને મળી શકે છે.
વિકેન્ડ દરમિયાન રેટિંગ એજન્સી ફીચે ફરી એક વાતની પુષ્ટિ કરી છે કે, અમેરિકા અને યુરોપ મંદીના દરવાજે ઉભા છે. ફીચના જણાવ્યા અનુસાર યુરોઝોન અને બ્રિટેન આ વર્ષના અંત સુધીમાં મંદીમાં ચાલ્યા જશે, જ્યારે અમેરિકા આગામી વર્ષના મધ્ય સુધીમાં મંદીમાં આવી જશે. જોકે, અમેરિકાની સંભવિત મંદીને હળવી શ્રેણીમાં દર્શાવવામાં આવી છે. ફીચે 2022 દરમિયાન વિશ્વની આર્થિક વૃદ્ધિનો સંભવિત દર જૂનમાં જાહેર 2.9 ટકાથી 2.4 ટકા કરી દીધો છે. તો 2023માં આ વૃદિધ દર પહેલા વ્યક્ત કરાયેલી સંભાવનાથી 1 ટકા ઓછો કરીને 1.7 ટકા રહેવાની સંભાવના છે.
કોરોનાકાળ દરમિયાન ઠપ્પ થયેલી આર્થિક ગતિવિધિઓમાં તેજી લાવવા માટે સામાન્ય જનતા અને ઉદ્યોગોને જે લાખો કરોડો ડોલરની મદદ વિશ્વભરમાં કરવામાં આવી હતી, તેની અસર હવે વધતી મોંઘવારીના સ્વરૂપમાં જોવા મળી રહી છે. આ મોંઘવારીને કંટ્રોલ કરવા માટે વિશ્વભરના દેશો જે રીતે વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે, તેનાથી ધીમેધીમે ગ્રોથ પર બ્રેક લાગવા લાગી છે.
ગ્રોથ પર બ્રેક લાગવાનો અર્થ છે માંગ ધીમી થવી અને જ્યારે માંગ નબળી પડે છે તો સ્વાભાવિક રીતે કમોડિટીની કિંમતો નીચે આવવા લાગે છે. માંગ ઘટતા અને કિંમતો નીચે આવતા કંપનીઓની નફાકારકતા ઓછી થવા લાગે છે અને તેમને પોતાના વિસ્તૃતિકરણ પર રોક લગાવવી પડે છે.
નફાનું માર્જીન ઘટતા આવક પ્રતિ શેર ઘટવા લાગે છે અને માંગ ઓછી થાય છે અને ભવિષ્યની સંભાવના ઓછી થવા લાગે છે તો બજાર કંપનીઓની વેલ્યૂ અને પીઈ (PE) આપવા તૈયાર થાય છે. મહત્વનું છે કે તેનાથી વેચવાલી પેદા થાય છે. એવામાં બજાર ભલે ક્યારેક મંદી અને ક્યારેક તેજીનો માહોલ દર્શાવે, પરંતુ તે સમજવું જરૂરી છે કે મધ્યમથી લાંબા સમયગાળામાં અર્થવ્યવસ્થાના રૂઝાન કેવા છે.
હાલ કાચા તેલની કિંમતો જૂનની શરૂઆતમાં રહેલ ઉચ્ચતમ કિંમતોથી પ્રતિ બેરલ 30 ડોલર નીચે આવી ચૂકી છે. વૈશ્વિક બજારનો સૌથી મોટો સંકેત ફ્રેટ રેટ હોય છે એટલે કે દરિયાઇ જહાજ દ્વારા થતા માલ પરીવહનનું ભાડું. આ દર્શાવતાના વિશ્વના સૌથી લોકપ્રિય ડ્રુરી વર્લ્ડ કન્ટેનર ઇન્ડેક્સમાં ગત સપ્તાહમાં 8 ટકા ઘટાડો નોંધાયો હતો, જે સતત 29માં સપ્તાહનો ઘટાડો છે. એપ્રિલ 2021 બાદ પહેલી વખત આ ઇન્ડેક્સ 40 ફૂટ કન્ટેનર માટે 5000 ડોલરથી નીચે ગયો છે.
ફીચમાં અર્થશાસ્ત્રી બ્રાયન કુલ્ટને જણાવ્યું કે, “છેલ્લા અમુક મહીનાઓમાં આપણે યુરોપમાં ગેસ સંકટ, વ્યાજ દરોમાં ઝડપી વધારો અને ચીનમાં વધી રહેલ રીઅલ એસ્ટેટ સંકટ તરીકે વૈશ્વિક અર્થવ્યસ્થામાં એક પરફેક્ટ તોફાન બનતું જોયું છે.” આ તોફાન શેરબજારમાં ત્યાં સુધી ડિસ્કાઉન્ટ નથી થઇ શકતું, જ્યાં સુધી તેનાથી થનું નુકસાનનું સંપૂર્ણ અનુમાન ન મળી જાય.
રોયટર્સના સીનિયર માર્કેટ એનાલીસ્ટ જોન કેમ્પે હાલની પરિસ્થિતિઓ પર ટીપ્પણી કરતા જણાવ્યું કે, અમેરિકામાં હાલ જોબ માર્કેટમાં સ્થિતિ ઘણી સારી છે અને આર્થિક ગતિવિધિઓ પણ ઉંચા સ્તર પર છે. પરંતુ નાણાંકીય બજારોમાં- જેમ કે ત્યાંના વાયદા બજાર સંકેતો આપી રહ્યા છે- આગામી 6 મહીનામાં આર્થિક ચક્રમાં એક મોટો ઘટાડો કે મંદીના સંકેતો સપ્ષ્ટ દેખાઇ રહ્યા છે.
આ બધી વાતોના સાંભળ્યા અને સમજ્યા બાદ ભારતીય શેરબજારોને રોકાણકારોએ 2 વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
- પહેલી અમેરિકન બજાર કે વિશ્વના અન્ય તમામ બજાર ભારતીય બજારો માટે સંકેતનું કામ કરશે. પરંતુ અંતમાં ભારતીય શેરબજાર પોતી કિસ્મતનું માલિક પોતે જ છે. કારણ કે ભારત સમગ્ર વિશ્વ મંદીમાં જવા છતા લગભગ 5-7 ટકાના ગાળામાં આર્થિક વૃદ્ધિ જાળવી રાખશે. છતાં પણ તે માની લેવું કે ભારતીય શેર બજાર અમેરિકન બજારોથી એકદમ અલગ ચાલશે તે યોગ્ય નથી.
- બીજી વાત મહત્વની છે, બજાર હંમેશા સમયથી આગળ ચાલે છે. તેથી જ્યારે વૈશ્વિક બજાર તે વાત માટે નિશ્ચિત હશે કે હવે મંદીનો સમય વીતી ગયો છે, ત્યાં સુધીમાં ભારતીય શેરબજાર લગભગ પોતાના જૂના શીર્ષ પર પહોંચી ગયું હશે. તેથી બજારમાં કિનારે બેસીને રાહ જોવાની જગ્યાએ ફંડામેન્ટલ મજબૂતી ધરાવતી કંપનીઓમાં નાના પ્રમાણમાં લાંબા સમય માટે સતત રોકાણ કરવું યોગ્ય છે. આ જ શેરબજારમાં સફળતાનો મૂળમંત્ર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Expert opinion, Investment tips, Share market, Stock market