Stray Cattle AMC Sanitary Inspector Bribe ACB rv


રખડતા ઢોરને (Stray cattle) લઈ હાઈ કોર્ટ દ્વારા પણ AMC ને કડક સૂચના આપી ને શું કાર્યવાહી કરી રહ્યા છો તે માહિતી માંગી હતી પંરતુ AMC ના જ એક અધિકારી ઢોર ના પકડવા માટે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. ACB પાસે ફરિયાદી આવેલ અને રજૂઆત કરી હતી કે તેમની પાસેથી ઢોર રસ્તા ઉપરથી ના પકડવા માટે લાંચ માંગવા માં આવી રહી છે જેથી ACB યે ટ્રેપ ગોઠવીને આરોપી પિયુષકુમાર જગદીશચંન્દ્ર વ્યાસ કે જે અ.મ્યુ. કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સપેકટર (ઢોર ત્રાસ અંકુશ વિભાગ, અમદાવાદ વર્ગ-૩) તરીકે ફરજ બજાવે છે તેને ગુરુવારે પકડી પાડેલ છે.

4500 રૂપિયાની લાંચ આરોપી દ્વારા માંગવામાં આવી હતી અને તે લેતા રંગે હાથ પકડી લેવામાં આવ્યું છે. આ ટ્રેપ મકાન નં-36, નરહરી સોસાયટી, ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા, કાંકરીયા, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો આ કામના ફરીયાદી તથા તેના સગા પશુપાલનનો ધંધો કરતા હોય અને પોતાના ઢોર પોતાના વાડામાં બાંધતા હોય પરંતુ ઘણી વખત તેઓના ઢોર તેમના ઘરના આજુબાજુ છોડવા પડતા હોય છે.

આ પણ વાંચો: સુરતનો ‘VIP’ ચોર: પ્લેનમાં આવી નોકર તરીકે કરતો કામ, 75 લાખ ચોરી સાયકલ પર રફુચક્કર

જેથી આ કામના આરોપી અવાર નવાર ફરીયાદી તથા તેમના સગાના ઢોર પકડી જવાની ધમકી આપતા હતા અને ઢોર ના પકડવા માટે હપ્તાની માંગણી ફરીયાદી પાસે મહિનાના 1000 રૂપિયા તથા તેના સગા પાસે માસિક 500 રૂપિયા- લેખે કુલ 11 મહિનાના રૂપિયા 5500 ની વાત કરીઉ હતી પરંતુ રકઝકના અંતે રૂપિયા 3500 તેમજ ફરીયાદી પાસે ચાલુ મહિનાના રૂપિયા 1000 લેખે કુલ મળી રૂપિયા 4500 ની લાંચની હેતુલક્ષી વાતચીત કરી હતી.

પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હતા જેથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજે લાંચનુ છટકુ ગોઠવતા આરોપી કુલ રૂપિયા 4500 ની લાંચની રકમ પંચની હાજરીમાં સ્વીકારી સ્થળ પર જ પકડાઇ ગયેલ હતા.

આ પણ વાંચો: સુરત: નવરાત્રી નજીક આવતાં સાઉન્ડની દુકાને ત્રાટક્યા ચોરો

નોંધનીય વાત તો યે છે કે આરોપી 2012ના વર્ષમાં અન્ય ફરિયાદીના કારખાનાનું લાયસન્સ અને પાણીના નિકાલ બાબતે તથા આર.ટી.આઇ. ની માહિતી પૂરી પાડી કારખાનાને લગતી કોઈ નોટિસ નહીં આપવાના બદલામાં રૂપિયા 10 હજાર ની લાંચ લેતા એસીબી દ્વારા પકડાયેલ હતો જેના વિરૂધ્ધ અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે. ગુ.ર.નં- 15/2012 થી ગુનો દાખલ થયેલ જે ગુનામાં આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ પણ કરવામાં આવેલ છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Rahul Vegda

First published:

Tags: Ahmedaabad, AMC News, Stray Cattle



Source link

Leave a Comment