MBF એ IIT મુંબઈ, IIT ચેન્નાઈ, IIT ગાંધીનગરની ટિંકરર્સ લેબને ભંડોળ આપે છે
આ સાથે અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં નિરમા યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ કે. કે. પટેલ, નિરમા યુનિવર્સિટીના જનરલ ડાયરેક્ટર ડૉ. અનુપ કે. સિંઘ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટર ડૉ. આર. એન. પટેલ, હેડ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ NUના ડો. મેહુલ આર. નાઈક, MBF ના CEO શ્રીમતી દમયંતી ભટ્ટાચાર્ય તથા MBF ના કો-ફાઉન્ડર પિયુષ શાહ પણ ટિંકરર્સ લેબના ઉદ્વાટન પ્રસંગે હાજર રહ્યા હતા.
મેકર ભવન ફાઉન્ડેશન, કેલિફોર્નિયા, યુએસએ એ આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ચેન્નાઈ અને આઈઆઈટી ગાંધીનગરમાં ટિંકરર્સ લેબને ભંડોળ પૂરું પાડ્યું છે અને હવે પહેલીવાર આઈઆઈટીની બહાર આવીને નિરમા યુનિવર્સિટી ખાતે લેબને ફંડ પૂરું પાડી રહ્યું છે.
આ પણ વાંચો: નારી શક્તિને રજૂ કરતી અનોખી પેઈન્ટિનું પ્રદર્શન યોજાયું
હવેથી વિદ્યાર્થીઓ પ્રોટોટાઇપ અને પ્રોવિઝનલ પેટન્ટ બનાવી શકશે
વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. કણકિયા એ કહ્યું કે આ ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર વિદ્યાર્થીઓને સંશોધનાત્મક વલણ વિકસાવી પ્રોત્સાહિત કરવાનો છે. કંઈક કરીને શીખવું એ એક અભિગમ છે જે હું માનું છું. પરંતુ પરંપરાગત વર્ગખંડ પદ્ધતિને બદલવા અમલમાં મૂકવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ વધે તથા નવા પેટન્ટેબલ વિચારો વિકસાવે. પ્રોટોટાઇપ અને ફાઇલ પ્રોવિઝનલ પેટન્ટ બનાવે.
ટિંકરર્સ લેબને મેકર ભવન ફાઉન્ડેશન (MBF) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જે US 501(c) 3 હેઠળ યુએસએમાં નોંધાયેલ જાહેર ચેરિટી છે. MBF એ બિન-લાભકારી સંસ્થા છે. જે પ્રોજેક્ટ આધારિત અભ્યાસક્રમ રજૂ કરવા અને શીખવતા કાર્યક્રમો વિકસાવવા માટે સહયોગી વર્ગખંડો નિર્માણ કરવા માટે સહાય પૂરી પાડે છે.
3D પ્રિન્ટર, 3D સ્કેનર, વિનાઈલ કટર, મિકેનિકલ ટૂલ્સ જેવા સાધનો ઉપલબ્ધ કરાયા
આ સાથે નવીનતા અને સોફ્ટ સ્કિલમાં વધારો પણ કરે છે. ટિંકરર્સ લેબ એક વિદ્યાર્થી દ્વારા સંચાલિત મેકરસ્પેસ છે. જે વિદ્યાર્થીઓને નવલકથા પ્રણાલીઓ બનાવવા તથા વિભાવનાઓ અને વિચારોને ટેન્જિબલ એન્જિનિયરિંગ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા અને સાધનોને ટિંકર કરવા માટે સક્ષમ છે. MBF એ કેટલીક આઈઆઈટી સહિત આવી 9 લેબને ભંડોળ પૂરું પાડે છે.
હાલમાં નિરમા યુનિવર્સિટીની ટિંકરર્સ લેબમાં 3ડી પ્રિન્ટર, 3ડી સ્કેનર, વિનાઈલ કટર, લેસર કટીંગ મશીન, મિકેનિકલ પાવર ટૂલ્સ, અન્ય મિકેનિકલ ટૂલ્સ, ઈલેક્ટ્રોનિક CRO, ફંક્શન જનરેટર, પાવર સપ્લાય, સોલ્ડરિંગ આયર્ન વગેરે જેવા ઉચ્ચ સ્તરના સાધનો ઉપલબ્ધ કરાવવામાં છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ માટે પ્રોટોટાઇપ બનાવવા માટે કરી શકે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Students