Table of Contents
નંબર 1 (1, 10, 19, 28 તારીખે જન્મેલા લોકો)
નંબર 1: આજે તુલસીજીના છોડ પાસે દીવો પ્રગટાવો. જૂની મિલકત અથવા જૂના વિવાદો સંબંધિત મુદ્દાઓને ફરીથી ચર્ચાવા જોઈએ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. મિલકત ખરીદવાની જગ્યાએ વેચવાનો સમય છે. ગેમ કે સ્પોર્ટ્સમાં જીતવાની ઉચ્ચ સંભાવના. બાંધકામ, ઈલેક્ટ્રોનિક્સ, એગ્રીકલ્ચર બુક્સ, દવાઓ અને ફાઈનાન્સના વ્યવસાયમાં સરળ રિકવરી જોવા મળશે. તમારે આજે સૂર્યાસ્ત પહેલા મહત્વપૂર્ણ કામોને સોંપવાનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ
મેઇન કલર્સ : નારંગી
લકી દિવસ : રવિવાર
લકી નંબર: 1
દાન: - ભિખારીઓને પીળી દાળ દાન કરો
નંબર 2 (2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકો)
નંબર 2: તમારી વફાદારી અને બુદ્ધિમત્તા આજે તમારા બોસ પર પ્રભાવ પાડશે. તમે હંમેશા કામ માટે સમર્પિત અને પ્રમાણિક છો, પરંતુ યાદ રાખો કે તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે, તેથી ઈમોશનલ ઈમ્બેલેન્સનો સામનો કરવા માટે આજે મનને મજબૂત બનાવો. કાનૂની કામકાજ સરળતાથી પૂર્ણ થશે. આજે કોઈ તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે તેથી સાવચેત રહો. મહિલાઓએ જાહેર પ્લેટફોર્મ પર હાજરી આપવી જોઈએ અને લોકપ્રિયતા મેળવવી જોઈએ. એક્સપોર્ટ ઈમ્પોર્ટ બિઝનેસ અને રાજકારણીઓને સફળતા મળશે.
મેઇન કલર્સ : પીચ
લકી દિવસ : સોમવાર
લકી નંબર: 2
દાનઃ આશ્રમમાં સાકરનું દાન
આ પણ વાંચો: નવરાત્રીમાં રોજ કરો આ ચિહ્ન અને આ રંગથી કરો પૂજા, મા દુર્ગા પ્રસન્ન થઇને તકલીફો કરી દેશે દૂર
નંબર 3 (3, 12, 22, 30 તારીખે જન્મેલા લોકો)
નંબર 3: તમારા કાર્યસ્થળના ઉત્તર-પૂર્વ સ્થાને આર્ટિફિશિયલ સૂર્યમુખી મૂકો. તમે ખૂબ પ્રતિભાશાળી અને સક્રિય છો, તેથી તમારા દુશ્મનો બનાવવાની સંભાવના છે. તમારી આસપાસના લોકો તમારી ઈર્ષ્યા કરે છે અને શ્રેષ્ઠ ઉપાય એ છે કે સાંજે દૂધના પાણીથી સ્નાન કરવું. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા મૂલ્યાંકન થશે. લોકો તમારા જ્ઞાનની સાથે-સાથે વાણીથી પ્રભાવિત થશે. આજે લીધેલા તમામ નિર્ણયો ખાસ કરીને શિક્ષણશાસ્ત્રી, સંગીતકારો, બેંકર અથવા લેખકો માટે તેમના તરફેણમાં આવશે. આજે કરેલા રોકાણમાં વધુ વળતર મળશે. પ્રેમ કરનારાઓએ ખુલ્લા દિલે તેમની લાગણીઓની આપ-લે કરવી જોઈએ. સરકારી અધિકારીઓ તમામ વ્યવહારોમાં સારા નસીબનો સાથ માણશે. દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરવાનું અને કપાળ પર ચંદન લગાવાવનું ભૂલશો નહીં.
મેઇન કલર્સ : નારંગી અને વાયોલેટ
લકી દિવસ : ગુરુવાર
લકી નંબર: 3 અને 1
દાન: ભિખારીઓને પીળા ચોખા દાન કરો.
નંબર 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)
નંબર 4: ઘરની કોઈ બાજુમાં પાણીનો ફુવારો રાખો. તમે પૂરા સમર્પણથી કામ કરો છો. તેથી સફળતા એકદમ નજીક છે. આરામ કરવાનો સમય નથી, ભવિષ્ય માટે આજે જ બીજ વાવવું એ આજ માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રમતગમત, રાજકારણ અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુસાફરી કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. બાંધકામ અથવા શેરબજારના વ્યવસાયમાં વૃદ્ધિ અને મુવમેન્ટ જોવા મળશે. પરંતુ મીડિયા, મેટલ, મેડિકલ અને કૃષિ ક્ષેત્રને નવી તક મળશે. વિદ્યાર્થીઓ અને માર્કેટિંગના લોકો તેમના મહિનાના ટાર્ગેટને પૂરા કરે તેવી શક્યતા છે. આજે નોન વેજ ખાવાનું ટાળો.
મેઇન કલર્સ : વાદળી
લકી દિવસ : શનિવાર
લકી નંબર: 9
દાન: ભિખારીને કપડાંનું દાન કરવું આવશ્યક છે.
નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)
નંબર 5: આજે દૂધના પાણીથી સ્નાન કરો. તમે હંમેશા બધાના પ્રિય છો અને લાંબા સમય સુધી રહેશો. ભૂતકાળની કામગીરીની ઓળખ અને ફાયદો મેળવવાનો દિવસ. કોઈ જૂનો મિત્ર અથવા સંબંધી જલ્દી મદદ માટે ખટખટાવશે અને તમારે સપોર્ટ કરવો જ પડશે. બેન્કર્સ, સ્પોર્ટ્સમેન, અભિનેતાઓ અને રાજકારણીઓને નસીબનો ખાસ સાથ મળશે. વેચાણમાં અને ખાસ કરીને રમતગમત માટે ઝડપી મુવમેન્ટ અનુકૂળ છે. વિદ્યાર્થીઓ પણ આજે તેમની શૈક્ષણિક સિદ્ધિઓનો આનંદ માણશે.
મેઇન કલર્સ : સી ગ્રીન
લકી દિવસ: બુધવાર
લકી નંબર: 5
દાનઃ અનાથાશ્રમમાં દૂધનું દાન અવશ્ય કરવું
નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)
નંબર 6: ચામડાની બનાવટો પહેરવાનું ટાળો અને મેટલ ઘડિયાળ પહેરો. તમે તમારા પરિવારના સ્ટાર છો અને કાર્યસ્થળ પર ઘણા લોકોની તમારા પર નજર છે. કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવા, સગાઈ કરવા, પ્રેમની લાગણીઓનું આદાનપ્રદાન કરવા, પ્રવાસ માટે જવા, સ્કિલ બતાવવા, પ્રેઝન્ટેશન આપવા, મીડિયા પ્રેઝન્સ માટેનો આદર્શ દિવસ છે. બાળકો અને જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે સારો દિવસ છે. જો વિઝા માટે રાહ જોઈ રહ્યા હોય, તો પછી ફોલોઅપ કરવું આવશ્યક છે. જેઓ નવી ફેક્ટરી સ્થાપવા માટે પ્રોપર્ટી શોધી રહ્યા છે, તેઓ કોઈ વિકલ્પને ફાઇનલ કરી શકશે. અભિનેતાઓ અને મીડિયાના લોકો સફળતાનો આનંદ માણશે.
મેઇન કલર્સ : ટીલ
લકી દિવસ : શુક્રવાર
લકી નંબર: 6
દાન: ગરીબોને કેસરની મીઠાઈનું દાન
નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોકો)
નંબર 7: તમારો અનુભવ તમારી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને તમે આજે સમયના હીરો રહેશો, તેથી વ્યવસાયમાં જોખમ લેવું જ જોઈએ. કાયદાના દાવપેચમાં તમારી તર્કશક્તિ અને સ્માર્ટનેસની જરૂર રહેશે. તમારો તેજસ્વી સમય હોવાના કારણે રમતગમત અને શૈક્ષણિક ક્ષેત્રે શક્ય તમામ વિજય મળશે. સંબંધ ખીલશે અને વિજાતીય પાર્ટનર આજે તમારા માટે ભાગ્યને વેગ આપશે. ગુરુ મંત્ર વાંચવો અને જાપ કરવો. આજે રાજકારણીઓ માટે સારો દિવસ છે, પરંતુ નમ્રતા રાખવાથી કામ બનશે. માતા-પિતાના આશીર્વાદ લેવાનું અને તેમની સેવા કરવાનું યાદ રાખો.
મેઇન કલર્સ : નારંગી
લકી દિવસ : સોમવાર
લકી નંબર: 7
દાન: - મંદિરમાં સોયાબીન તેલનું દાન કરો.
નંબર 8 (8, 17, 25 તારીખે જન્મેલા લોકો)
નંબર 8: આજે જીદ ઓછી કરો અને મુસાફરી ટાળો. આજે જ્યાં પણ સખત મહેનતની જરૂર છે, ત્યાં નસીબ અને સ્થિરતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નાણાં ટૂંક સમયમાં મળશે, પરંતુ કેટલીક હેરફેર પણ કરવી પડે. જેટલી મોટી બ્રાન્ડ હશે તેટલી જ સફળતા વધારે મળશે. તમારી સદભાવના માટે દિવસના અંત સુધીમાં તમને રીવોર્ડ આપવામાં આવશે, ખાસ કરીને જો તમે ઉત્પાદક છો. તમે ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. ડોક્ટર તેમની સેવાઓ માટે પ્રશંસા મેળવશે. સેલિબ્રિટીઓ નાણાંકીય લાભ પ્રાપ્ત કરશે. કૌટુંબિક મેળાવડામાં જવાનું ટાળો કારણ કે આ યોગ્ય સમય નથી.
મેઇન કલર્સ : સી બ્લુ
લકી દિવસ: શુક્રવાર
લકી નંબર: 6
દાન: - ભિખારીને સાઇટ્રસ ફળો દાન કરો
આ પણ વાંચો: Diwali 2022 Date: દિવાળીની તિથિ, શુભ મુહૂર્ત અને લક્ષ્મી-ગણેશ પૂજા ક્યારે છે? અહીં જાણો
નંબર 9 (9, 18, 27 તારીખે જન્મેલા લોકો)
નંબર 9: મંગળ ગ્રહના આશીર્વાદ લઈને તમારા દિવસની શરૂઆત કરવા માટે મહિલાઓને કુમકુમનું વિતરણ કરો. મહિલાઓ કામ કરતી હોય કે કામ ન કરતી હોય તે આજે ઈનફ્લુએન્સર કે આઇકન બનવા માટે સક્ષમ હશે. આજનો દિવસ પ્રશંસા અને પ્રગતિથી ભરેલો છે. અચાનક વૃદ્ધિ અથવા સફળતા અપેક્ષિત છે. સરકારી ઓર્ડર મેળવવા માટે સંપર્ક કરવાનો એક યોગ્ય દિવસ છે. રમતવીર અને વિદ્યાર્થીઓએ તકો મેળવવા માટે એક પગલું આગળ વધવું જોઈએ. રસોઇયા, સ્ત્રી કલાકારો, ગાયકો, CA, શિક્ષકો, રમતગમત અને હોટેલીયર ખૂબ સારા નસીબનો આનંદ માણશે.
મેઇન કલર્સ : લાલ અને નારંગી
લકી દિવસ: મંગળવાર
લકી નંબર: 3 અને 9
દાન: - ઘરેલુ કામ કરનાર અથવા ભિખારીઓને દાડમ દાન કરો.
21મી સપ્ટેમ્બરે જન્મેલી હસ્તીઓ: સુધા ચંદ્રન, કરીના કપૂર, નૂરજહાં, ગુલશન ગ્રોવર, હરિ સિંહ, એટલી કુમાર
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aaj nu rashifal, Numerology