છેલ્લા કેટલાક સમયથી યુવકોમાં શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પ્રસિધ્ધિ મેળવવાની ઘેલછા જોવા મળી રહી છે. આવા પ્રકારના વીડિયો શોષણ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા યુવકો મોટરસાયકલ ઉપર જાહેરમાં ચપ્પુ જેવુ ઘાતક ખ્યાલ લઈને જતાં જોવા મળે છે. આ સાથે સાથે આ લોકો મોટરસાયકલ પર સ્ટન્ટ કરી સામેથી આવતા લોકો માટે જીવનું જોખમ ઊભું કરતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સુરત: લિફ્ટમાં અડધો કલાક સુધી મહિલા ફસાઇ, જુઓ વીડિયો
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસ એક્ટિવ થઈ હતી અને આ યુવકોની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં પોલીસને માહિતી મળી હતી કે, આ સટન્ટ કરતાં યુવકો અન્ય કોઈ નહીં પણ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા યુવકો છે. પોલીસે તાત્કાલિક આ યુવકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુરતમાં જાહેર રોડ પર બાઈક પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ
ત્રણ યુવાનોએ હાથમાં ચાકુ લઈને કર્યો સ્ટંટ #Gujarat #news #BreakingNews pic.twitter.com/ffWFaKYHHW— News18Gujarati (@News18Guj) September 17, 2022
આ પણ વાંચો: કસરત કરાવતા કરાવતા રંગીન મિજાજી ડોક્ટરે યુવતી સાથે કર્યું ગંદુ કામ
જોકે, આવા યુવકો વીડિયો બનાવવા માટે નીતિ નિયમો સાથે કાયદાના ઉલ્લંઘન કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે આવા લોકોને સુરત પોલીસે પાઠ ભણાવવાના વીડિયો બનાવો તો ભારે પડ્યો હતો. જે રીતે બાઈક ઉપર સ્ટન્ટ કરી લોકોના જીવને જોખમ ઊભું કરતા હતા તેને લઈને પોલીસે કાર્યવાહી કરી તેમને પાંજરે પૂર્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ગુજરાત, વાયરલ વીડિયો, સુરત