પોલીસે આરોપીઓની ધરપકડ કરી
મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી રોડ પર નવ નિર્માણમાં કામ કરતા બે શ્રમિકોના કરુણ મોત થયા હતા. પેલેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતા હતા. ત્યારે અચાનક 14મા માળેથી પટકાતા આકાશ અને નિલેશ નામના બે વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરી સાઇટ સુપરવાઇઝર, કંપનીના માલિક સહિત છ લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ બંગલામાં ચોરી કરવા આવેલો ચોર ત્રીજા માળેથી પટકાતાં મોત
લોકોમાં રોષ ફેલાયો
ઉલ્લેખનીય છે કે, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોલીસ અચાનક સફાળી જાગી ગઈ છે અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Crime, Surat crime news, Surat news