સુરત: શહેરમાં દશેરાના દિવસે જ ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલી શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 35 વર્ષના ઉમાકાન્ત કોનોજીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભટાર વિસ્તારમાં આવેલા શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી છે. બીજા માળેથી લિફ્ટ તૂટતાં તેમાં હાજર લોકો ઘવાયા છે. જ્યારે ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
મૃતકનું નામ
ઉમાકાન્ત છોટેલાલ કનોજીયા (ઉ.વ. 35 રહે. શાંતિવન મિલ)
ઇજાગ્રસ્ત
સંદીપ મુનિલાલ કનોજીયા (ઉ.વ 24)
કનૈયા સુરેશ પારિક (ઉ.વ 24)
રાજ શત્રુઘ્ન ઝા (ઉ.વ 32)
અજય છોટેલાલ ભાન (ઉ.વ 25)
રાજકુમાર સરોજ ( ઉ.વ 20)
શ્યામ બચીલાલ સરોજ (ઉ.વ 28 રહે. શાંતિવન મિલ)
સતેન્દ્ર રામ તિવારી ( ઉ.વ 29 રહે. શાંતિવન મિલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર