Surat youth arrested for molest teenager in lift


સુરત: સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમાં પણ નાની બાળાઓ અને કિશોરી સાથે શારીરિક છેડતીની ફરિયાદો સતત સામે આવી રહી છે. હવે વધુ એક ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 15 વર્ષથી કિશોરી સાથે તેની જ બિલ્ડિંગમાં રહેતા એક યુવકે છેડતી કરવાનો મામલો પોલીસ મથક પહોંચતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.

ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટનામાં સુરત શહેરના અડાજણના વિસ્તારમાં બની છે. અડાજણમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં જૂનિયર ઈજનેર તરીકે નોકરી કરતાં 27 વર્ષીય યુવાને લિફ્ટમાં 15 વર્ષીય તરૂણી સાથે અશ્લીલ હરકત કરી હતી. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ હરકતથી એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા અને હવસખોરને પોલીસને સોંપ્યો હતો.

આ ઘટના સોમવારે રાત્રે સાડા આઠથી રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવી હતી. આનંદ મહેલ રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 15 વર્ષીય તરુણી ટિફીન લેવા નીચે જવા માટે લિફ્ટમાં પ્રવેશી હતી. તે વખતે આ તરૂણીના ફ્લેટની સામે રહેતો અને ખાનગી કંપનીમાં જૂનિયર ઇજનેર તરીકે નોકરી કરતો સાગર સુનિલ પટેલ (ઉ.વ.27) દોડીને લિફ્ટમાં ઘસી આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં હિંદુ બનેવીને ગૌમાસ ખાવા મજબૂર કરનાર આરોપી સાળો ઝડપાયો, મોટો ખુલાસો થવાની સંભાવના

ઉતાવળે ધસી આવેલાં આ યુવાને લિફ્ટમાં જ તરૂણીની છેડતી કરી અશ્લીલતાની હદ પાર કરી નાંખી હતી. ડઘાઇ ગયેલી તરૂણીએ લિફ્ટમાંથી બહાર નીકળી ત્વરિત માતા અને પિતરાઇને જાણ કરતાં જ બિલ્ડિંગનાં રહીશો ભેગા થઇ ગયા હતા. જે બાદ લિફ્ટના CCTV કેમેરામાં ચેક કરતાં તેમાં પણ આ યુવાનની હરકતો કેદ થઇ ગઇ હતી. નબીરાની હરકતથી રોષે ભરાયેલાં રહીશો મોડી રાત્રે અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજની ક્લિપ સાથે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vinod Zankhaliya

First published:

Tags: પોલીસ, સીસીટીવી, સુરત



Source link

Leave a Comment