શ્યામ પાઠક એક અનુભવી અભિનેતા છે, જેને દર્શકોએ ઘણા શો અને ફિલ્મોમાં નાના પાત્રો ભજવતા જોયા છે, પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેમણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો તમને અમારા પર વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ વીડિયો જેમાં અનુપમ ખેર સાથે શ્યામ પાઠક જોવા મળી રહ્યા છે.
શ્યામ પાઠકને ભલે લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હોય પરંતુ તેમણે આ સિવાય પણ ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી છે. આ વીડિયો એક હોલીવુડ ફિલ્મનું છે, જેનું નામ છે - ‘લસ્ટ કોશન’ જે એક ચીની ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી.
શ્યામ પાઠક ફરાટેદાર અંગ્રેજી બોલતા જોવા મળ્યા
વીડિયોમાં શ્યામ પાઠક ખૂબ જ ગંભીર અભિનય કરતા જોવા મળે છે જે તેના લોકપ્રિય મૂડ સાથે બિલકુલ મેળ ખાતો નથી. તેમને ખૂબ જ કુશળતા સાથે અંગ્રેજી બોલતા જોઈ શકાય છે. આ વીડિયો શ્યામ પાઠકે પોતે શેર કર્યો છે, જેમાં તેમની એક્ટિંગ સ્કિલ કેટલી અદ્દભૂત છે તે જોઈ શકાય છે.
આ પણ વાંચો: દુબઈમાં રજા માણી રહેલી સુહાનાને અચાનક મળી તેની ડૂપ્લિકેટ, જૂઓ પિક્સ
ચાહકોએ શ્યામ પાઠકના ભરપેટ કર્યા વખાણ
શ્યામ પાઠકના ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને તેમના ખૂબ જ વખાણ કર્યા છે. તેઓ ફિલ્મમાં તેમની ભૂમિકાને લઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઈએ કે શ્યામ પાઠકને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઉપરાંત ‘જસુબેન જયંતિલાલ’, ‘સુખ બાય ચાન્સ’ અને ‘જસ્સી જૈસી કોઈ નહીં’ જેવા સ્પેશિયલ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર