આ પણ વાંચોઃ-TMKOC:’તારક મહેતા’નાં બબીતાજીને શખ્સે પૂછી એક રાતની કિંમત, તો એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો
એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે મીટૂ મૂવમેન્ટ પર ખુલીને વાત કર્યા પછી બોલિવૂડ માફિયાઓએ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તનુશ્રીએ કહ્યું કે, એક-બે વખત તો મારી કારની બ્રેક ફેલ કરાવવામાં આવી અને પાણીમાં ઝેર ભેળવીને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Table of Contents
મારી કારની બ્રેક ફેલ કરી દેવામાં આવી હતી
તનુશ્રી દત્તાએ જણાવ્યું કે જ્યારે તે ઉજ્જૈનમાં હતી ત્યારે તેની કારની બ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેના કારણે તેનો ભયાનક કાર અકસ્માત પણ થયો હતો. જેમાં તેના હાડકા તૂટી ગયા હતા. તનુશ્રી ઘણા મહિનાઓ સુધી પથારીવશ રહી. તનુશ્રીએ કહ્યું કે અકસ્માત બાદ સાજા થવામાં મને ઘણો સમય લાગ્યો હતો. તે અકસ્માતમાં મારું લોહી ઘણું વહી ગયું હતું.
તનુશ્રીને ઝેર આપવામાં આવ્યું હતું
તનુશ્રી વધુમાં જણાવે છે કે તેને એક વખત કોઈએ ઝેર આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વિશે તે વાત કરતા જણાવ છે કે, મારી એક નોકરાની હતી જે મારા ઘરમાં કામ કરતી હતી. તેના આવ્યા પછી હું ધીમે ધીમે બીમાર થવા લાગી હતી. મને એવું લાગતું હતું તેને મારા પાણીમાં ઝેર ભેળવી દીધું હતું.
તનુશ્રીએ નાના પાટેકર પર લગાવ્યા હતા આરોપ
તનુશ્રીએ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્વારા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, જો મને કંઈ થઈ જાય છે તો તેના માટે જવાબદાર નાના પાટેકર અને બોલિવૂડના માફિયા લોકો હશે. સાથે એ પણ કહ્યું હતું કે, આ લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
તનુશ્રીએ નાના પાટેકર પર નવેમ્બર 2018માં આરોપ લગાવ્યો હતો કે 2008માં ફિલ્મ હોન ઓકે પ્લીઝના સેટ પર નાનાએ તેનો ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પછી મુંબઈ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસ પછી નાનાનાં હાથમાંથી ‘હાઉસફૂલ 3’ સહિત ઘણા પ્રોજેક્ટ નીકળી ગયા ગયા હતા, પરંતુ જૂન 2019માં નાનાને આ કેસમાંથી ક્લિન ચીટ આપવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર