દર વર્ષે જેમ નવરાત્રિમાં નવા નવા ગરબા લોન્ચ થતાં હોંય છે, તેવી જ રીતે દર વર્ષે ગરબા પ્રેમીઓ માટે બજારમાં નવી નવી વસ્તુઓ સ્થાન લેતી હોંય છે. નવરાત્રીમાં પુરુષો અને સ્ત્રીઓ દરેકગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતાં હોંય છે. ખાસ કરીને બહેનો જુદા જુદા પ્રકાર ના આભૂષણો પહેરી, શરીર પર ટેટુ કરાવી, જુદા જુદા પ્રકાર ની ફેશનેબલ ડિઝાઇનર ચાણિયાચોળીપહેરી ગરબા માટે તૈયાર થતી હોંય છે.
ગોધરા શહેરના ગરબા રસિકોમાં આ વખતએ નવરાત્રાને લગતા જુદા જુદા ટેટૂ ( સ્ટીકર ) કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ગોધરા શહેરની યુવતીઓ કે જેઓના તાજેતરમાં જ લગ્ન થયા છે અને પહેલી વખત જ સાસરીમાં ગરબે ઝૂમવાની છે.
તેવી યુવતીઓ જુદા જુદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે , ટેટૂમાં મુખ્યત્વે માં અંબાના ફોટા વાળા ટેટૂ, પોતાના નામ વાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ, તથા અવનવીન પ્રકાર ની ડિઝાઈન વાળા ટેટૂ કરાવી ગરબા માટે ની તૈયારીઓમાં લાગી ગયા છે.
ગોધરા શહેર ના પ્રખ્યાત ટેટૂ આર્ટિસ્ટ ART - X Studio ના માલિક હરદેવ ગોહિલ સાથે વાત કરતા જાણવા મળેલ કે, આ વર્ષે નવરાત્રી ના તહેવાર ને અનુલક્ષી છેલ્લા એક મહિના થી ખાસ કરીને 18 વર્ષ થી 35 વર્ષ ની આસરે 200 થી વધુ કન્યાઓ અને મહિલાઓએ નવરાત્રિ માટે ટેટૂ પડાવ્યા છે.
હાથ પર, પીઠ પર અથવા નેક પર પોતાની પસંદગી વાળા ટેટૂ પડાવા લોકોની માંગ ને આધારે ટેટૂ આર્ટિસ્ટ હરદેવ ગોહિલે, ચાંદની ચોક વિસ્તારમા નવરાત્રિના 9 દિવસ માટે ખાસ ટેટૂ ના સ્ટોલનું આયોજન કરેલું છે. જેમાં સ્થળ પર જ ટેટૂ પાડી આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આવો જાણીએ ટેટૂ વિશેની કેટલીક રસપ્રદ વાતો.
ટેટૂ કેટલા પ્રકાર ના હોંય છે :ટેટૂ મુખ્યત્વે 2 પ્રકારના હોંય છે, જેમાં એક કાયમી ટેટૂ, અને બીજું ટેમ્પરરી ટેટૂ.
ટેટૂ પડાવવાની ની કિંમત શું હોંય છે :કાયમી ટેટૂ જો બ્લેક એન્ડ વ્હાઇટ કરાવો તો એક ઈંચ ના 500/- રૂ અને જો કલર કરાવો તો એક ઈંચ ના 750/- રૂ થતાં હોંય છે ( ટેટૂની સાઈઝ પ્રમાણે ભાવ નક્કી થાય ).જ્યારે ટેમ્પરરી ટેટૂ 150/- થી શરૂ થાય છે અને જુદી જુદી ડિઝાઈન પ્રમાણે જુદી જુદી કિંમત હોંય છે. ( ટેટૂ ની સાઈઝ પ્રમાણે ભાવ નક્કી થાય ).
ટેટૂ પડાવ્યા પછી ભૂંસી શકાય:કાયમી ટેટૂ પડાવ્યા પછી તે ભૂંસી શકાય નહીં, તેને ભૂસવા ની પ્રક્રિયા ખર્ચાળ અને દર્દીનીય બની શકે છે. જ્યારે ટેમ્પરરી ટેટૂ ને સરળતા થી મરજી મુજબ ઉતારી શકાય છે.
ટેટૂ થી શરીર ને કોઈ નુકશાન થાય છે:ટેટૂ માં જે કલર વાપરવામાં આવતા હોંય છે તે નેચરલ કલર હોંય છે, જેથી તે શરીર ને નુકશાન કરતાં નથી.
ગોધરા શહેરમાં ટેટૂ ક્યાં ક્યાં પાડવામાં આવે છે? (1) Art-x studio, બામરોલી રોડ, ગોધરા.(2).ચાંદીની ચોક ગરબા ગ્રાઉંડની બહાર સ્ટોલ, ગોધરા. મોં. 8980978020.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal, Tattoo