હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડી વધશે. અગાઉ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં પલટો
રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે હવામાન નિષ્ણાત માની રહ્યા છે કે આગામી દિવોસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં પલટો આવશે. સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા અને સૂકા પવન ફૂંકાઇ રહ્યા છે. તેના લીધે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં લધુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું નોંધાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપી
શીતલહેરની પણ શરુઆત થઈ ચૂકી છે
નોંધનીય છે કે, દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની પણ શરુઆત થઈ ચુકી છે. દિલ્હી-એનસીઆરથી લઈને યૂપી-બિહારમાં જોરદાર ઠંડી પડી રહી છે. તો વળી રાજસ્થાનમાં પણ શીતલહેરને દસ્તક દઈ દીધી છે. ઉત્તર અને મધ્ય ભારતના મો઼ટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. મૌસમ વિભાગનું માનીએ તો, આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 8-10 ની વચ્ચે રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, કશ્મીર અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં આજે પણ બરફવર્ષા થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પણ થશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cold Wave, Gujara Weather forecast, Gujarat News, Gujarat winter forecast