The first farmer in Gujarat earned a lot of geranium oil – News18 Gujarati


Nilesh Rana Banaskantha: સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે જીરેનીયમ ઓઇલની સફળ ખેતી કરી છે. આ ખેડૂત ઓઇલની ખેતીમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. કઈ રીતે ખેતી કરી અને કેટલી આવક મેળવી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નવી ટેકનોલોજીના મારફતે અલગ અલગ પ્રકારની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ગામના હિતેશ પ્રજાપતિ તેમને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.તેમની જોડે 7 વીઘા જમીન છે. નાની ઉંમરે હિતેશભાઈએ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર જીરેનીયમ ઓઇલની ખેતી કરી છે.

વર્ષ 2019 માં શરૂઆતમાં બે વીઘામાં જીરેનીયમ ઓઇલની ખેતી કરી હતી. પરંતુ યોગ્ય માર્ગદર્શન ન હોવાથી પ્રથમવાર મુશ્કેલી પડી હતી. બાદ હિતેશભાઈ એ ડીસા કે.વી.કે ના કૃષિ વૈજ્ઞાનિક ડો.યોગેશભાઈ પવારના માર્ગદર્શન પછી સારું એવું ઉત્પાદન મેળવ્યું હતું. હિતેશભાઈએ સમગ્ર 7 વીઘા જમીનમાં જીરેનીયમ ઓઇલની વાવણી કરી હતી. અત્યાર સુધી 12 લાખનો ટોટલ વાવણી અને પ્લાન્ટ નો ખર્ચો થયો છે.હિતેશભાઈએ પોતાના ખેતરમાં જીરેનીયમ પાકમાંથી ઓઇલ નિકાળવાનો પ્લાન્ટ બનાવ્યો છે.કેમકે જીરેનીયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી સ્થળ પર ઓઇલ નિકાળી શકાય.

7 વિઘામાંથી 18 લાખની આવક

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

જીરેનીયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ રહે છે.એક વર્ષમાં ત્રણ વાર તેને કટીંગ કરવામાં આવે છે.એક ટન માં એક લીટર ઓઇલ નીકળે છે. જીરેનીયમ ઓઇલની સમગ્ર વિશ્વમાં માંગ છે.જીરેનીયમ ઓઇલનો લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા છે.અને હિતેશભાઈએ 7 વીઘામાંથી અત્યાર સુધી 18 લાખની આવક મેળવી અને હજુ ઉત્પાદન લેવાનું બાકી છે.

જીરેનીયમ ઓઇલનો ઉપયોગ શું ?

હિતેષભાઇએ જણાવ્યું હતું કે, જીરેનીયમ ઓઇલની કોશમેટિકની તમામ વેરાયટીમાં ઉપયોગ આવે છે.દવા,સાબુ અંતર જેવી અનેક વસ્તુઓમાં જીરેનીયમ ઓઇલનો ઉપયોગ થાય છે.તેમજ જીરેનિયમ છોડને વર્ષમાં ત્રણવાર કટિંગ કરવામાં આવે છે.જીરેનીયમની ખેતી ખેતરમાં ત્રણ વર્ષ રહે છે.જીરેનીયમ ઓઇલનો લીટરનો ભાવ 12 થી 14 હજાર રૂપિયા છે.જિરેનીયમ ઓઇલની ખેતીમાં ઓછા ખર્ચે સારો એવો નફો મળી રહ્યો છે.

જીરેનીયમની ખેતી જોવા દૂર દૂર થી ખેડૂતો આવે

ગુજરાતમાં સૌપ્રથમવાર બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પ્રજાપતિએ જીરેનીયમની ખેતી કરી છે. તેમજ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે હિતેશભાઈએ કરેલ જીરેનીયમની ખેતીને જોવા દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે.તેમજ જોવા આવેલ ખેડૂતો હિતેશભાઈની ખેતી જોઈને પ્રભાવિત થયા હતા.અન્ય ખેડૂતો પણ બાગાયતી જીરેનીયમની ખેતીની તેમજ અન્ય બાગાયતી ખેતીની શરૂઆત કરવા વિચારી રહ્યા છે.

ઓછા ખર્ચે વધુ ફાયદો થઈ શકે

ડીસા કે વી કેના ડો.યોગેશભાઈ પવારે જણાવ્યું હતું કે,જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને પોતાના ખેતરમાં પૂરું માર્ગદર્શન મેળવી બાગાયતી પાકોની જો ખેતી કરે તો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે તેમ છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskanatha, Farmers News, Local 18



Source link

Leave a Comment