આ ટિફિન સેવા સાથે છ વ્યક્તિઓ સંકળાયેલા છે, જેમાં ચાર વ્યક્તિ રસોઈ બનાવી રહ્યા છે અને બે વ્યક્તિ ઓના નિવાસ સ્થાન સુધી ટિફિન પહોંચાડે છે. 3 વર્ષ પૂર્વે શરૂ થયેલી ટિફિન સેવા આજે 130 થી પણ વધુ વ્યક્તિઓના નિવાસ સ્થાન સુધી પહોંચાડી રહ્યા છે. સાવરકુંડલા શહેરમાં આવેલા અમરેલી રોડ, મહુવા રોડ, જેસર રોડ નેસડી રોડ અને હાથસણી રોડ સહિતના વિસ્તારોની અંદર રહેતા અશક્ત. વૃદ્ધ. વ્યક્તિઓ સુધી મફતમાં દરરોજ ટિફિન પહોંચાડવામાં આવે છે. ટિફિન સેવામાં લોકો પોતાનું અનુદાન ચીજવસ્તુ અને રૂપિયા પેટે આપે છે, સાથે જ સાવરકુંડલા શહેરી વિસ્તારની અંદર મહિનાના બીજા અને ચોથા બુધવારે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન વીરબાઈ મા ટિફિન સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો: ‘ગાધકડા ગામ’ નવાબ શાસનમાંથી સૌથી છેલ્લું આઝાદ થયેલું ભારતનું ગામ
સાથે જ સાવરકુંડલા શહેરમાં મહિનાના ત્રીજા બુધવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં બોહોળી સંખ્યામાં લોકો મોતિયાના ઓપરેશન માટે સાવરકુંડલા શહેરથી રાજકોટ ખાતે રણછોડદાસ બાપા હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય મોકલવામાં આવે છે. આ ટિફિન સેવાની અંદર 130 વ્યક્તિને સાંજના સમયે કઢી, ખીચડી, શાક, રોટલીનું જમવાનું આપવામાં આવે છે. તમામ શુદ્ધ અને સાત્વિક બનાવવામાં આવે છે. માહી ઘીનો ઉપયોગ કઢી અને ખીચડીમાં કરવામાં આવે છે તો શાક બનાવવા માટે સીંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે સાવરકુંડલા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓને ટીફીનસેવાપૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, અમરેલી