Table of Contents
અમેરિકાએ 2009માં ઉંમરકેદની સજા સંભળાવી હતી
આ ડ્રગ્સ માફિયાનું નામ બશીર નૂરજઈ છે. વર્ષ 2020માં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાલિબાને અમેરિકન એન્જિનિયર માર્ક ફ્રેરિચને છોડવાના બદલામાં નૂરજઈને છોડાવ્યો છે. નૂરજઈ, વર્ષ 2005માં અમેરિકાની જેલમાં બંધ હતો. અમેરિકાએ બશીર નૂરજઈને 2009માં અફીણ અને હેરોઈનની તસ્કરી કરવાના આરોપસર ઉંમરકેદની સજા સંભળાવી હતી. હાજી બશીર અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતનો નૂરજઈ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. ધરપકડ પહેલાં બશીર નૂરજઈ એશિયાનો પાબ્લો એસ્કોબાર કહેવાતો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આ રીતે ડ્રગ્સ ઘુસાડવાનો હતો પ્લાન
ભારતના રાજ્યોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીપી, એચજીએસ ધાલીવાલે આ મામલે જણાવ્યુ હતુ કે, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસમાં ખુલાસો થયો છે કે, હાલમાં મુંબઈ પોર્ટ પરથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તે હિન્દુસ્તાનના કેટલાંક રાજ્યોમાં સપ્લાય થતું હતું. તેના પાછળ પાકિસ્તાન નેટવર્ક સામે આવ્યું છે. નાર્કો ટેરર એન્ગલથી પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ 12 હજારનાં ડ્રગ્સે લીધો સોનાલીનો જીવ
તાલિબાન ડ્રગ્સના કારોબાર માટે બદનામ
ઉલ્લેખનીય છે કે, બશીર તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો ગણાય છે. ત્યાં 80ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયેત ફોજ અંતર્ગત પણ તે લડી ચૂક્યો છે. બશીરના છૂટકારા પછી હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તાલિબાન સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ કારોબાર કરવા માટે બદનામ છે અને બશીરના છૂટકારા પછી તે નેટવર્ક વધુ મજબૂત થશે. તાલિબાન ઇન્ટરનેશનલ લેવલ પર ડ્રગ્સ કારોબારમાં વધુ ઝડપથી સમગ્ર દુનિયામાં સકંજો જમાવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર