નિયમો મુજબ, દરેક ટ્રાન્ઝેક્શન માટે કોડ અથવા ટોકન નંબર અલગ-અલગ હશે અને તમારે પેમેન્ટ માટે આ કોડ અથવા ટોકન નંબર ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવો પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું માનવું છે કે ટોકનાઈઝેશન સિસ્ટમ શરૂ થયા બાદ કાર્ડ ધારકોના પેમેન્ટ એકપિરિયન્સમાં સુધારો થશે અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ટ્રાન્જેક્શન પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે.
આ પણ વાંચો: LPG માટે આવ્યા નવા નિયમો, વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર ખરીદી શકાશે; મહિનાનો ક્વોટા પણ નક્કી
Table of Contents
નાના વેપારીઓ ડેડલાઇન વધારવાની કરી રહ્યા છે માંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા નાના વેપારીઓ છે કે જે આ ડેડલાઇન વધારવાની માંગ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી RBI એ તેના પર કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. આપણે જણાવી દઈએ કે જો આ કાર્ડ ટ્રાન્જેક્શનનો નિયામ આવી જતાં ઓનલાઈન કહરિડિ કરતી વખતે વિક્રેતા, પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ગ્રાહકોના કાર્ડની જાણકારી સ્ટોર નહીં કરી શકે.
છેતરપિંડીના કેસમાં થશે ઘટાડો
રિઝર્વ બેંક માને છે કે કાર્ડના બદલામાં ટોકન વડે ચૂકવણીની સિસ્ટમ લાગુ કરવાથી છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે. કેન્દ્રીય બેંક RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) ની માર્ગદર્શિકા અનુસાર, વેપારીઓ ગ્રાહકના કાર્ડની માહિતી ટોકન નંબરના રૂપમાં રાખશે જેથી કરીને ગ્રાહક ભવિષ્યની ખરીદીમાં કાર્ડની વિગતો મેળવી શકે.
તમને જણાવી દઈએ કે સરકારે આ નિયમ વર્ષ 2019માં જ લાવી દીધો છે, તેથી મોટા વેપારીઓએ તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, પરંતુ નાના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: Vande Bharat Express: મુંબઈ-ગાંધીનગર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, જાણો સમયપત્રક
હવે નહીં લીક થશે તમારો ડેટા
નવા નિયમો (કાર્ડ ટોકનાઇઝેશન) માં ગ્રાહકોને નાણાકીય સુરક્ષા આપવામાં આવી છે. નવી સિસ્ટમથી છેતરપિંડીના કેસમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ટોકનાઇઝેશન તમારા કાર્ડ પર ક્યાંય પણ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, સીવી નંબર વગેરે જેવા કોઈપણ ડેટાને સ્ટોર કરશે નહીં, પછી તે લીક થવાની શક્યતાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે ચોક્કસપણે પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Credit Cards