Table of Contents
શેરની કિંમતમાં એક મહિનાની અંદર જ 7 ટકાનો વધારો
મની કંટ્રોલની ખબર અનુસાર, હેવેલ્સ પર બ્રોકરેજ કંપની એડલવાઈસ બુલિશ છે અને તેમાં એક મહિનાની અંદર જ 7 ટકાનો વધારો આવી શકે છે. બ્રોકરેજ હાઉસે આ સ્ટોકના માટે 1450 રૂપિયાનું લક્ષ્ય આપ્યુ છે. આજે આ શેર 1349.40 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ આજે દશેરા પર બજાર બંધ, જાણો ઓક્ટોબરમાં બીજા ક્યા ક્યા દિવસે રજા?
હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં વધારો યથાવત્
હેવેલ્સના શેરની કિંમત 23 માર્ચ 2001ના રોજ 1.89 રૂપિયા હતી. હવે તેમાં 714 ગણો વધારો થઈને તેની કિંમત 1249 રૂપિયા થઈ ગઈ છે. માત્ર 21 વર્ષના સમયગાળામાં જ શેરે જબરદસ્ત વળતર આપ્યુ છે. જો કોઈ વ્યક્તિએ 1.89 રૂપિયાના ભાવ પર 14 હજાર રૂપિયા લગાવીને કંપનીના 7400 શેર લીધા હોત તો, આજે તેની કિંમત એક કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં વધારો યથાવત્ રહેશે
ગત વર્ષે ઓક્ટોબરમાં હેવેલ્સ ઈન્ડિયાના શેરે 1503 રૂપિયાનું મહત્તમ સ્તર પ્રાપ્ત કર્યુ હતું, પરંતુ ત્યારબાદ શેરમાં દબાવ જોવા મળ્યો હતો અને આ વર્ષે માર્ચમાં આ શેર 1037ના સ્તરે આવી ગયા હતા. માર્ચ બાદ હજુ સુધી આ શેર 30 ટકાથી વધારે વળતર આપી ચૂક્યા છે. ત્યારે બજાર નિષ્ણાંતોનો અંદાજ છે કે, હેવેલ્સ ઈન્ડિયાના શેરમાં વધારો યથાવત્ રહેશે.
આ પણ વાંચોઃ Musk-Twitter Deal માં નવો વળાંક, ટેસ્લા ચીફ ફરીથી ડીલ માટે આગળ વધ્યા, ટ્વિટરને મોકલ્યો પત્ર!
શું છે કંપનીનો બિઝનેસ?
હેવેલ્સ લાઈટિંગ ઈક્વિપમેન્ટ, એલઈડી લાઈટ, પંખા, ઈલેક્ટ્રિક સ્વિચ અને વાયર તેમજ કેબલ એસેસરીઝ બનાવે છે. કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી જ મજબૂત છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાટર એપ્રિલ-જૂન 2022માં કંપનીને 242 કરોડનો નફો થયો હતો. જ્યારે માર્ચ ક્વાટરમાં 352.95 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર