બનાસકાંઠા જિલ્લો આમતો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે.પરંતુ બનાસકાંઠા જિલ્લાના લોકો પોતાની કળા તેમજ મહેનતથી અલગ અલગ સીધી હાંસલ કરી બનાસકાંઠા જિલ્લા પર લાગેલ પછાત પણાનો કલંક ધીમે ધીમે ભૂંસાઈ રહ્યો છે.કારણકે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ પ્રતે જાગૃતિ આવી છે. તેમજ શિક્ષકો દ્વારા જિલ્લાના અનેક બાળકો અભ્યાસ ની સાથે રમતગમત સેત્રે આગળ આવે તેવી મહેનત કરાવી રહ્યા છે.
નેશનલ કક્ષાએ સિલેક્શન થઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે ડીસા કોલેજની એક વિદ્યાર્થીની પણ સેબર ફેન્સિંગ સ્પર્ધામાં ભાગ લઈ નેશનલ કક્ષાએ પસંદગી પામી છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ફેન્સીંગ બહેનોની સ્પર્ધા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં ફોઇલ, ઇપી,અને સેબર જેવી ઇવેન્ટ યોજાય છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ખેલાડી મૈત્રી ચાવડાએ સેબર ફેન્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાં પ્રાંતિજ ખાતે યોજાયેલી સેબર ફેન્સિંગ સ્પર્ધામાંમૈત્રી ચાવડાએ આ સ્પર્ધામાં દમદાર પરફોર્મન્સ આપી યુનિવર્સિટીમાં સતત બીજી વખત ચેમ્પયનશિપ મેળવી નેશનલ કક્ષાએ પસંદગી થઈ હતી.આ સ્પર્ધામાં સિલેક્શન થતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવેલ છે.તેમજ ડીસા કોલેજની વિદ્યાર્થીની મૈત્રી ચાવડાએ સેબર ફેન્સિંગ સ્પર્ધામાં યુનિવર્સિટીમાં સતત બીજી વખત ચેમ્પયનશિપ મેળવી નેશનલ કક્ષાએ પસંદગી પામતા ડીસા કોલેજના ટ્રસ્ટીઓ,પ્રિન્સિપાલ સહિત સંસ્થાના પરિવારે મૈત્રી ચાવડા નેશનલ કક્ષાએ સર્વોત્તમ દેખાવ કરે એવી શુભકામનાઓ પાઠવી મૈત્રેયીને અને તેના કોચ પ્રોફેસર ડૉ.આર. ડી ચૌધરી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha News, Gujarat University’s, Local 18, Medals