આ ઉપરાંત, યજ્ઞ પૂર્ણ થતાં દસ હજારથી વધુ લોકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.સુરેશ પાનસુરીયા દ્વારા આમંત્રણ પત્રિકા અનોખી બનાવવામાં આવી છે. આમંત્રણ પત્રિકા એક નંગના ₹500 ખર્ચ કરવામાં આવ્યો છે. આ આમંત્રણ પત્રિકા રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગ પતિઓને આમંત્રણ પત્રિકા આપી આમંત્રણ આપવામાં આવશે.
દીર્ઘાયુ મહા યજ્ઞમાં વિધિવત યજ્ઞકુંડનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે ભવ્ય બે ડોમ મંડપ તૈયાર કરવામાં આવ્યા છે બંને ડોમ મંડપ સંપૂર્ણ વોટર પ્રુફ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. યજ્ઞમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલી છે.આ કાર્યક્રમમાં માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ સહકારી ક્ષેત્રના આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર