જામનગરની ભાગોળે સમરસ હોસ્ટેલ આવેલી છે, આ હોસ્ટેલમાં 500થી વિદ્યાર્થીઓ રહે છે અને શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. જેમા મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. આ વિધાર્થીઓમાં સુરતના દીક્ષિત ગાંગાણી તથા ભાવનગરના અજય ઘોઘારી પણ રહે છે. આ બંને વિધાર્થી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ એટલે કે ITRA માં અભ્યાસ કરે છે. બંનેને ચિકિત્સાનો સારો એવો અનુભવ પણ છે. ત્યારે આ બંને વિદ્યાર્થીને વિચાર આવ્યો કે સમરસ હોસ્ટેલમાં શહેરથી થોડી દૂર આવેલી છે, આથી આ હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓને સ્વાસ્થ્ય ચિકિત્સા માટે શહેરમાં જવું પડે છે. તો એક ચિકિત્સાલય ખોલવું જોઈએ.
પોતાને આવેલા ઉત્કૃષ્ટ વિચારને બંને વિધાર્થીઓએ અમલમાં મુક્યો અને સૌપ્રથમ પ્રાથમિક સારવાર માટે જરૂરી મેડિકલનાં સાધનો વિક્સવ્યા, ત્યારબાદ સમરસ હોસ્ટેલના રૂમમાં જ ચિકિત્સાલયની શરૂઆત કરી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ બંને વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી આ હોસ્ટેલમાં જ રહે છે. તેમનું કહેવું છે કે હોસ્ટેલનો નિયમ એવો છે કે સાંજનાં 7 વાગ્યાં પછી કોઈ વિદ્યાર્થી બહાર નીકળી કે અંદર આવી શકે નહીં. તેમજ જામનગર સમરસ હોસ્ટેલ શહેરથી ઘણી દૂર હોવાથી વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રે મુશ્કેલીઓ પડતી હતી.
આ પણ વાંચો: મોબાઈલ ફોનથી માત્ર એક SMS કરવાથી થઈ જશે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ બંધ; આવી છે ટેક્નોલોજી
શરુ કર્યું અશ્વિની ચિકિત્સાલય
ડો.ઘનશ્યામ વાઘેલાની હાજરીમાં સમરસ બોયસ હોસ્ટેલના રૂમ નં.304માં અશ્વિની ચિકિત્સાલયની શરૂઆત કરવામાં આવી છે. આ ચિકિત્સાલય શરુ કરનારા બંને વિદ્યાર્થીઓ પાસે મેડિકલ ક્ષેત્રનો સારો અનુભવ પણ છે, જેનો હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીને ફાયદો પણ મળી શકે છે. એટલું જ નહીં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 24*7 ગમે ત્યારે પ્રાથમિક સારવાર મળી શકે છે. ત્યારે આ વિદ્યાર્થીઓની અનોખી પહેલની સમગ્ર શહેરમાં ચર્ચા પણ થઇ રહી છે અને અન્ય જિલ્લામાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કામ કર્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ayurvedic Medicine, Doctors, Jamnagar News, Medicines