બનાસકાંઠા જિલ્લો આમતો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે.પરંતુ આ જિલ્લાના લોકો પોતાના કોઠાસૂજના ધની છે.કારણકે જિલ્લાના લોકોમાં કુદરતે અનોખી શક્તિ આપી હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં રહેતા 50 વર્ષીય પુનમાજી ઈશ્વરજી ઠાકોર પોતાના પરિવાર સાથે રહી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેઓએ ફક્ત ચાર ધોરણ અભ્યાસ કર્યો છે. ખેતી કામની સાથે તેઓ છેલ્લા 10 વર્ષથી ખાટલા ગુંથવાનું પણ કામ કરે છે. તેમજ ખાટલામાં અલગ અલગ રંગબેરંગી દોરીથી અવનવી ડિઝાઇન બનાવવામાં માહેર છે. તેમને એક ખાટલો ગૂંથવામાં બે દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ તેમને એક દિવસ કંઈક નવું કરવાનો વિચાર આવ્યો.
પરિવારજનોએ વિચારને હસી કાઢ્યો
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
કાચની બોટલમાં લાકડાનો ખાટલો બનાવી ગુંથવાનું વિચાર્યું. તેઓના આ વિચારને પ્રથમ પરિવારજનોએ હસી કાઢ્યો હતો. પરંતુ પુનમાભાઈ ઈશ્વરજી ઠાકોરે પોતાના પ્રયત્નો ચાલુ રાખી બોટલના ઢાંકણમાં ફક્ત એક આંગળી પ્રવેશી શકે તેવો ખાટલો બનવ્યો. પાંચ દિવસની મહામહેનત બાદ ખાટલો બનાવી ગયો. તેમાં દોરીથી ખાટલો ગૂંથી તેમજ ડિઝાઇન બનાવી દીધી.
બોટલના ઢાંકણ કરતા અનેક ગણો મોટો ખાટલો બોટલમાં જોઈ અને તેમાં પણ અવનવી ડિઝાઇન જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. તેમજ લોકોમાં પણ એક પ્રશ્ન ઉભો થયો કે કેવી રીતે બોટલની અંદર ખાટલો બનાવ્યો હશે?, કેવી રીતે દોરી ગૂંથી હશે ? વગેરે પ્રશ્નો સાથે અચરજ પામી રહ્યા હતા. આ ખેડૂતની અચરજ પમાડે તેવી કળા જોઈ લોકો તેમને બિરદાવી રહ્યા છે.
10 વર્ષથી ખાટલા ભરવાનું કામ કરે છે
પુનમાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે,ખેતી કામ કરૂં છું અને છેલ્લા 10 વર્ષથી ખાટલા ભરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું.એક દિવસ કાચની બોટલમાં ખાટલો બનાવી તેમાં રંગબેરંગી દોરી ગૂંથવી છે.તેવો વિચાર આવતા એક બોટલ લાવી તેમાં લાકડાના અલગ અલગ ખાટલની વસ્તુ નાખી.
જેમાં એક તાર વડે કાચની બોટલમાં ખાટલો તૈયાર કર્યો.બાદ રંગબેરંગી દોરી ગુંથી પાંચ દિવસમાં કાચની બોટલમાં ખાટલો તૈયાર કર્યો અને તેમાં સફળ મળી. આ કલાને જોઈને લોકો પણ અચરજ સાથે ખુશ થયા અને અભિનંદન પાઠવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Farmers News, Local 18