વૃક્ષો વાવવાની સાથે સાથે તેની જાળવણી કરવા માટે પોતે જ સમય આવે છે. તેમની વ્યસ્ત વ્યવસાથમાંથી વૃક્ષોનાં જતન માટે સમય ફાળવે છે અને દર બે દિવસે વૃક્ષોને પૂરી માવજત કરે છે.પરેશભાઈ અને તેમના પરિવાર દ્વારા સાવરકુંડલાને હરિયાળુ બનાવવા માટે આગામી સમયમાં 11,000 કરતાં પણ વધુ વૃક્ષો વાવવા નો સંકલ્પ છે.વૃક્ષો વાવવાની પ્રેરણા વિશે તેમણે જણાવ્યું કે, તેઓ અવારનવાર સાવરકુંડલાથી રાજકોટ સહિતના અન્ય મોટા શહેરો તરફ ટ્રાવેલિંગ કરતા હોય છે. આ સમયે તેમણે જોયુ કે, રોડના ડિવાઇડરમાં વાવવામાં આવેલા વૃક્ષો સરસ ઉગ્યા હતા અને હરિયાળી છવાઇ હતી અને કામ જોઇને તેમને પણ થયુ કે, આપણે પણ આવું કામ કરવું જોઇએ. આ વિચાર આવતાની સાથે જ તેમણે અમલ કર્યો અને વૃક્ષો વાવવાની શરૂઆત કરી.
તેમણે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, ટૂંક સમયની અંદર સાવરકુંડલા શહેરમાં વિનામૂલ્યે તમામ પ્રકારની સારવાર મળી રહે જે માટે અધતન સુવિધાથી સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટે જમીન પણ લેવાઈ ગઇ છે.આ હોસ્પિટલ દ્વારા ગરીબ લોકોને સારવાર મળે તે ઉદ્દેશ્ય છે.આ ઉપરાંત, તેઓ તેમની દિવસની શરૂઆત પશુ-પક્ષીને ચણ અને ગાયોને ઘાસ નાંખીને કરે છે. તેમમે વધુમાં જણાવ્યું કે, દરરોજ સવારમાં તેઓ 30 થી 40 કિલો જેટલું અનાજ પક્ષીઓ માટે આપે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Plants, Tree plantation