કેવી રીતે બન્યો આખો બનાવ
9 સપ્ટેમ્બરના રોજ સવારે 10.16 વાગ્યે તેમની કાર GJ-3KP-5111 ભરૂડી ટોલ પ્લાઝા ક્રોસ કરતા 40 રૂપિયા ટોલટેક્ષ કપાયો હતો, જોકે આ દિવસે કાર રાજકોટ સ્થિત અરવિંદભાઈના ઘરે જ પાર્ક કરેલી હતી. જેના સીસીટીવી પણ છે. એટલે કે જ્યાં આ કાર પાર્ક કરી હતી તેના 30 કિમી દૂર ભરૂડી ટોલ પ્લાઝા આવે છે. છતાં આ ટેક્સ કપાયો હતો. કારમાં ફાસ્ટટેગ લગાવેલો છે પણ કાર ઘરની બહાર નીકળી નહોતી તો ટેક્સ કપાયો એ કઈ રીતે.
આ અંગે કાર માલીકે શું કહ્યું?
આ અંગે અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, મને 40 રૂપિયા કપાયા એનો મને કોઈ વાંધો નથી, પણ આ લોકોએ પ્રેમથી માગ્યા હોત તો મને આનંદ થાત. પણ આ રીતે છેતરીને 40 રૂપિયા કેમ પાડવી લે છે. આવા 40 રૂપિયા તો ઘણાના કપાતા હશે, પણ કોઈ હેરાન થવા માટે ફરિયાદ કરતા નથી અને જાતા કરે છે. પરંતુ આવા 40 રૂપિયા લોકોના ન જાય તે માટે લોકોએ જાતું કરવું પડશે.
આ પણ વાંચો: નેશનલ ગેમ્સ માટે રાજકોટમાં થનગનાટ, અવેરનેસ કેમ્પનો પ્રારંભ
બેન્કવાળા પણ ખરા નીકળ્યા
વધુમાં જણાવ્યું હતું કે 9 સપ્ટેમ્બરના રોજ સવા દસ વાગ્યાની આસપાસ 40 રૂપિયાનો ટોલટેક્સ ફાસ્ટટેગથી ભરૂડી ટોલનાકાએ કપાયો હતો. આ મેસેજ મને 10 સપ્ટેમ્બરના રોજ 5 વાગ્યે મેસેજ આવ્યો હતો. આથી મેં ઉઠીને જોયું કે મારી ગાડી પાર્કિંગમાં પડી છે કે નહિ. પણ ગાડી પાર્કિંગમાં હતી. પછી મેં મારે ત્યાં સીસીટીવી કેમેરા છે તે ચેક કર્યા પણ મારી ગાડી ઓલરેડી પાર્કિંગમાં જોવા મળી હતી. જે ટાઈમે ટોલટેક્સ કપાયો ત્યારે મારી ગાડી પાર્કિંગમાં પડી હતી. મને કુતુહલ થયું કે મારી ગાડી પાર્કિંગમાં પડી છે તો ત્યાં ટોલટેક્સ કોણ કાપી ગયું. મારી પાસે બધું પ્રૂફ છે તો એકસીસ બેંકમાં ફાસ્ટટેગ છે તો એમાં મેં ફરિયાદ કરી, આથી તેને 3 દિવસ લાગશે એવુ કહ્યું. પાછો મેં સોમવારે ફોન કર્યો તો કહ્યું કે, તમારી ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. પછી બેન્કવાળાએ મારી ફરિયાદ શોર્ટઆઉટ કરી નાખી એટલે મેં ફોન કરીને કહ્યું કે, મારી ફરિયાદ કેમ શોર્ટઆઉટ કરી તો મને કહ્યું ભૂલથી થઈ ગઈ છે. બાદમાં નવી ફરિયાદ દાખલ કરી ત્રણ દિવસનો ટાઈમ આપ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: FASTag, Rajkot News, Toll plaza, Toll tax