This teacher found a solution to rising petrol prices – News18 Gujarati


Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક પ્રાથમીક શાળાના શિક્ષકે અનોખી ગાડી બનાવી છે.વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવમાંથી મુક્તિ મેળવવા એક અનોખી બેટરી આધારિત ચાલતી ગાડી બનાવી છે.આ શિક્ષકે વેકેશનનો સદુપયોગ કરી એક લાખ રૂપિયાના ખર્ચે જાતે બેટરી આધારિત ચાલતી ગાડી બનાવી છે.આ ગાડીનો ઉપયોગ શિક્ષક શાળાએ આવા જવા, પશુપાલનના વ્યવસાય,ઘર કામ માટે ઉપયોગ કરી રહ્યો છે.

મોંઘવારી વધી રહી છે,જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.ખાસ કરીને ઈંધણમાં દિવસેને દિવસે ભાવ વધી રહ્યો છે. પરિણામે અનેક લોકો હવે સાઇકલ અથવા બેટરી આધારિત ઇલેક્ટ્રિક ગાડીનો ઉપયોગ કરતા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષકે પોતાના હાથે એક અનોખી બેટરી આધારિત ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે.

ડીસા તાલુકાના થેરવાડા ગામે રહેતા ભગવાનભાઈ દાનાભાઈ પટેલ જેમની ઉમર 35 વર્ષ છે.તેવો વિઠોદરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષકે અનોખી ગાડી બનાવી છે.પેટ્રોલ ડિઝલમાં ભાવ વધવાના કારણે પેટ્રોલ ડિઝાલમાંથી મુક્તિ મેળવવા શિક્ષકે ઇલેક્ટ્રિક સ્ફુટી લાવી.

ઇલેક્ટ્રિક સ્ફુટી ઉપયોગ કરતા હતા. બાદ ઇલેક્ટ્રિક સ્ફુટી પરથી પ્રેણા મળી અને કઈક નવું કરવાનો વિચાર આવ્યો કે,મારે ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે.બાદ શિક્ષક વેકેશનમાં દિલ્લી ગયા, ત્યારે ઇ-રીક્ષા જોઈ અને શિક્ષકને વિચાર આવ્યો કે, મારે ગાડી બનાવી છે. બાદ દિલ્લીથી ચાર ટાયર,ડ્રેફેનશીયન અને એક હજાર વોલ્ટની મોટર લાવ્યા.

દોઢ મહિનામાં ગાડી બની ગઈ

ફોર વીલરમાં કન્વર્ટ કરવા માટે જૂની ગાડીના સ્પેરપાર્ટ લાવી એક લાખ રૂપિયાના ખર્ચે બેટરી પર ચાલતી ગાડી તૈયાર કરી.

લીથીએમ ફેરોફોસપેટ દ્વારા બટરી તેમને જાતે ડેવલોપ કરી માત્ર દોઢ મહિનાની મહેતમાં ફોર વીલર ગાડી તૈયાર કરી.આ તૈયાર કરેલ ગાડીની સ્પીડ 25 ની છે અને એક વાર ચાર્જ કરવાથી 40 કિલોમીટર સુધી ચાલે છે.

દૂર દૂર થી લોકો ઇલેક્ટ્રિક ગાડી જેવા આવે છે

પ્રાથમિક શાળાના શિક્ષકે તૈયાર કરેલી ગાડીને શાળાએ આવા જવા તેમજ ઘર કામમાં ઉપયોગ કરે છે.થેરવાડા ગામે રહેતા શિક્ષક દ્વારા તૈયાર કરાયેલા ઇલેક્ટ્રિક ગાડીને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.તેમજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવમાંથી મુક્તિ મેળવવા બનાવેલ ઇલેક્ટ્રિક ગાડી ના લોકો વખાણ કરી રહ્યા છે.

તમારા શહેરમાંથી (બનાસકાંઠા)

બનાસકાંઠા

બનાસકાંઠા

Published by:Santosh Kanojiya

First published:

Tags: Banaskantha, Electronics, Local 18, Petrol diesel price hike



Source link

Leave a Comment