સુરતમાં રહીને ઘણા વર્ષો સુધી તેમણે માત્ર ઘર પરિવાર અને તેમની નાની દીકરીને ઉછેર કરવા પાછળ જ આપી દીધો હતો. પરંતુ સતત કાર્યરત હોવાથી આ જીવનમાં તેમને કંઈક અધૂરપ લાગતી હતી, હાથી નવું શીખવા માટે તેમણે એન. એલ.પી એટલે કે ન્યુરો લેન્ગવેસ્ટિક પ્રોગ્રામિંગ પ્રેક્ટિસનર તરીકેની ટ્રેનિંગ લીધી. ડો. રામ વર્મા તેમના કોચ રહ્યા અને હવે તેઓ લોકોની અંતરાત્મા અને અર્ધચેતન મગજ સાથે વાત કરે છે. હવે લોકો તેમની પાસે આવીને તેમને દુઃખ વ્યક્ત કરે છે તેમની વાતને સાંભળવાના તેઓ પૈસા ચાર્જ કરે છે.
એક મોટીવેશનલ સ્પીકર અનેક લાઈફ કોચ હોવાથી જે લોકો તમારી પાસે આવીને તેમને દુઃખ અને દુવિધાઓ સંભળાવે છે ત્યારે ઘણા લાંબા સમય સુધી તમારા મગજ પર પણ અસર કરે છે. આ ક્ષેત્રમાં હોવાનો આ એક ગેરલાભ છે. આપણી ઇચ્છા હોય કે ન હોય પણ તેની ખરાબ અસર તો આપણા ઉપર થાય છે. ત્યારે તેમાંથી બહાર આવવા માટે હું માત્ર એક જ વાત વિચારો છું, કે દુનિયામાં કેટલું બધું દુઃખ છે તેની સામે મારું દુઃખ તો ખૂબ જ ઓછું છે અથવા તો કંઈ જ નથી. સાથે-સાથે હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે મારી આસપાસ સદા શાંતિ બની રહે અને લોકોના જીવનમાંથી દુઃખ ઓછું થાય તો તે લોકોને મારી પાસે આવવાની જરૂર ના પડે.
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Surat Gujarati News, Surat news, સુરત, સુરતના સમાચાર