Table of Contents
ત્રણેયનો ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ
પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યુ હતુ કે, ગિરોહના સભ્ય ઇસ્લામિક સ્ટેટની ગતિવિધિઓને આગળ વધારવાની યોજના બનાવી રહ્યા હતા કે જે ભારતની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાની વિરોધમાં છે. કર્ણાટકના ગૃહમંત્રી અર્ગા જ્ઞાનેન્દ્ર એ કહ્યુ હતુ કે, ‘ત્રણેયનો ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ છે.’ તેમણે મંગળવારે સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ‘તેમની ગતિવિધિઓની ઊંડાણમાં તપાસ કરવામાં આવી રહી છે. તે શિવમોગા અને તીર્થહલ્લીના રહેવાસી છે અને તેમને સંબંધ મેંગ્લોર સાથે છે.’
એક આરોપી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે, ધરપકડ કરાયેલા આરોપીઓએ આતંકવાદી કામગીરી માટેની ટ્રેનિંગ લીધી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સરગના યાસીનની પૂછપરછ કરવામાં આવી રહી છે. યાસીન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.’
આ પણ વાંચોઃ પલંગ પર સૂતેલા પતિ પર પત્નીએ ફેંક્યું ઉકળતું તેલ
ઓગસ્ટમાં 20 વર્ષના યુવકની હત્યા કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, હિજાબ વિવાદ મામલે હિંદુ કાર્યકર્તા હર્ષની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે શિવમોગા ચર્ચામાં આવ્યો હતો. જ્યારે કેટલાક દક્ષિણપંથી પક્ષના સભ્યોએ હિંદુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરના પોસ્ટર લગાવ્યા અને કેટલાક મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. ત્યારે ઓગસ્ટમાં ધરપકડના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન 20 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો. શિવમોગા જિલ્લાના રહેવાસી જ્ઞાનેન્દ્રએ જણાવ્યુ હતુ કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક વ્યક્તિનો સંબંધ પાકિસ્તાનથી સંચાલિત થતા આતંકવાદી સમૂહ સાથે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Isis terrorist, Karnataka news, Terrorists