આ પણ વાંચોઃ-સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?
Table of Contents
14 વર્ષથી શો ચાલી રહ્યો છે
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ટીવી શોમાંનો એક છે. તમને જાણની આશ્ચર્ય થશે કે આ શોને હવે 14 વર્ષ પૂરા થઈ ગયા છે. જેઠાલાલ ગડા (દિલીપ જોશી), દયા ગડા (દિશા વાકાણી) અને ઘણા અન્ય લોકોના નામોની સાથે શોના પાત્ર ઘણા લોકપ્રિય થઈ ગયા છે.
બબીતાજીનો વીડિયો વાયરલ થઈ જાય છે
આમાં બબીતાજીનું પાત્ર પણ છે જે વધારે લોકપ્રિય અને પ્રભાવશાળી કેરેક્ટર છે, આ જ કારણે તેમની ઘણી પ્રશંસા કરવામાં આવે છે. આ પાત્ર મુનમુન દત્તા નિભાવી રહી છે. તમને જણાવી દઈએ કે મુનમુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તેના ફોટો, વીડિયો વાયરલ થઈ જાય છે. જો કે, જ્યાં તેના ફોટો પર કેટલાક લોકો વખાણ કરે છે તો કેટલાક લોકો અસામાજીક તત્વો છે જે અભદ્ર કમેન્ટ કરતા અચકાતા નથી. આવું જ કંઈક તેની એક પોસ્ટની સાથે થયું, જ્યારે તેણે ભારતીય પોષાકમાં નવી તસવીર શેર કરી હતી. આ તસવીરને લાખો લોકોએ પસંદ કરી હતી. પરંતુ એક વ્યક્તિ એવો હતો જેને કમેન્ટ કરતા એવું પૂછ્યું કે એક રાતની કિંમત કેટલી હશે.
જડબાતોડ જવાબ આપ્યો
કોઈ બીજી અભિનેત્રી હોત તો તેને નજરઅંદાજ કરી દીધી હોત. જો કે દરેક બીજો યુઝર કમેન્ટ સેક્શનમાં આ પ્રકારની કમેન્ટ કરતો હોય છે પરંતુ મુનમુન દત્તા આ પ્રકારનું અપમાન સહન કરે તેમાંની નથી. તેણે આ પ્રકારની ગેરવર્તણૂક બિલકુલ પસંદ ન આવી અને તેણે તેને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Babita Ji, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah