પોપટલાલના લગ્ન થઈ રહ્યા છે!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ ફેન્સને જાણીને ખુશી થશે કે શોના આવનાર એપિસોડ્સમાં પોપટલાલના લગ્ન કરાવવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા એક્ટર્સે શો છોડી દીધો છે અને ઘણા પાત્રોનું રિપ્લેસ પણ થયું છે. આવી સ્થિતિમાં ફેન્સનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે શોમાં કંઈક સારું થાય અને પોપટલાલના લગ્ન થઈ જાય. કહેવામાં આવી રહ્યું છે કે શોમાં ઘણા નવા ચહેરા આવી શકે છે અને તેમાં પોપટલાલની પત્ની પણ હોય શકે છે.
એક્ટરે વીડિયોમાં કન્ફર્મ કર્યું
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોપટલાલનું પાત્ર નિભાવી રહેલા શ્યામ પાઠકે જણાવ્યું કે, શોમાં તેના લગ્ન થવાના છે. આ શોમાં નવા ‘તારક મહેતા’, સચિન શ્રોફની પ્રશંસા કરવામાં આવી રહી છે જેના પછી શ્યામ પાઠકે કહ્યું કે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી કેટલાક નવા પાત્રો શોમાં લાવી રહ્યા છે જેમાં મિસિસ પોપટલાલ પણ હશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર