હિન્દુ મહાસભાએ દુર્ગા માતાના પંડાળમાં ગાંધીજીને અસુર તરીકે દર્શાવ્યા

કલકત્તા,તા. 2. ઓક્ટોબર, 2022 રવિવાર પશ્ચિમ બંગાળમાં નવરાત્રી પર્વના કારણે દુર્ગાપૂજાની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. કોલકાતામાં ઠેર ઠેર બનાવાયેલા દુર્ગા પંડાળોમાં હજારો લોકો રોજ દર્શન કરવા માટે પહોંચી ગયા છે.જોકે રુબી પાર્ક વિસ્તારમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ દુર્ગા માતાની બનાવેલી પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો છે. આજે બે ઓક્ટોબરે જ્યારે મહાત્મા ગાંધીજીની જંયતિ છે … Read more

હવે પાછીપાની કરીને મારા સમર્થકોનો વિશ્વાસ નહીં તોડું: શશિ થરૂર

- ‘પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં કોઈ સત્તાવાર ઉમેદવાર નથી અને એવો કોઈ ઉમેદવાર નહીં હોય’ નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર કોંગ્રેસના અધ્યક્ષ પદની લડાઈ હવે સાંસદ શશિ થરૂર અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે છે. ખડગે ગાંધી પરિવારની પસંદ હોવાનું અને તેઓ સતત આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શશિ થરૂરે એક મહત્વનું નિવેદન … Read more

ધારાસભ્યોની નારાજગી અંગે ગેહલોતે કહ્યું- 'હું જતો રહું તો એમનું શું થાત…'

- ‘ધારાસભ્યોને 2020માં મેં વચન આપ્યું હતું કે, હું તેમનો અભિભાવક બનીશ’ રાજસ્થાન, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર કોંગ્રેસના અધ્યક્ષ પદ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે ચાલેલી રસાકસી અને રાજકીય ડ્રામા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રથમ વખત બંડખોર ધારાસભ્યોની નારાજગી અંગે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેમણે સચિન પાયલટની ટીમ સામે પણ … Read more

ઈન્ડોનેશિયાઃ ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળતાં 127ના મોત, 180થી વધુ ઘાયલ

- મેચના પરિણામો બાદ હારનારી અરેમા એફસી ટીમના ચાહકો મેદાનમાં ધસી ગયા હતા અને હિંસક વલણ અપનાવ્યું હતું મલંગ, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળવાના કારણે 127 લોકોના મોત થયા છે. ઘટનાની વિગતો પ્રમાણે ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ … Read more

દેશમાં 5-જી સર્વિસના લોન્ચિંગ સાથે નવા યુગનો પ્રારંભ : મોદી

- ભારતે પહેલી વખત ટેલિકોમ ટેક્નોલોજીમાં વૈશ્વિક માપદંડો સ્થાપિત કર્યા - અમદાવાદ, ગાંધીનગર, જામનગરમાં 5-જી સર્વિસ શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે, હાલ 8 શહેરોમાં જ સુવિધા - જિયો ડિસેમ્બર 2023 સુધીમાં જ્યારે ભારતી એરટેલ માર્ચ 2024 સુધીમાં આખા દેશમાં 5-જી સર્વિસ શરૂ કરશે નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૫-જી ટેલિફોન સર્વિસ લોન્ચ … Read more

સ્વચ્છતા સર્વે : ઈન્દોર સતત છઠ્ઠી વખત સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે

- અમદાવાદ સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ મેગા સિટી - રાજ્યોમાં મધ્ય પ્રદેશ પહેલા ક્રમે, છત્તિસગઢ બીજા, મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે આવ્યા : નાના રાજ્યોમાં ત્રિપુરાએ બાજી મારી - ગંગાના કાંઠે આવેલા શહેરોમાં હરિદ્વાર પહેલા, વારાણસી બીજા, ઋષિકેશ ત્રીજા ક્રમે નવી દિલ્હી : સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શનિવારે સ્વચ્છતા રેન્કિંગની જાહેરાત કરાઈ હતી. દેશના સૌથી … Read more

કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી આપ્યું રાજીનામુ

- રાજ્યસભામાં નેતા વિપક્ષના પદેથી ખડગેના રાજીનામા બાદ તે પદ માટે પી. ચિદંબરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના અનુસંધાને તે માટે નામાંકન દાખલ કરનારા દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે ‘એક નેતા એક પદ’ … Read more

IMC 2022: PM મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડેમો ઝોનમાં પોતે પણ લીધો અનુભવ

- પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો વિસ્તાર કરવામાં આવશે નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)નું ઉદ્ઘાટન કર્યું હતું. તે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની છઠ્ઠી એડિશન છે અને 4 ઓક્ટોબર સુધી ચાલું રહેશે. આ પ્રસંગે … Read more

સરકારે ગેસના ભાવ વધાર્યા: અદાણીએ વાહનોમાં વપરાતા CNGના ભાવમાં વધારો કર્યો

- 18મી ઓગષ્ટના રોજ અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે CNGનો ભાવ 83.90 થયો હતો નવી દિલ્હી, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર અદાણીએ ફરી એક વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં પહેલા ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ આજે ફરીથી તેમાં વધારો કરવામાં આવ્યો છે.આજે CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો … Read more

RBIએ સતત ચોથી વખત વ્યાજદર વધાર્યા : લોન મોંઘી થશે

- મેથી અત્યાર સુધીમાં ચાવીરૂપ વ્યાજદરમાં કુલ 1.90 ટકાનો વધારો - 0.50 ટકાના વધારા પછી રેપો રેટ વધીને 5.90 ટકા : ત્રણ વર્ષની ઉંચી સપાટી વર્તમાન નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ 6.70 ટકા જાળવી રખાયો - નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપીનો અંદાજ 7.2 ટકાથી ઘટાડી 7 ટકા કરાયો મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની … Read more