Table of Contents
જાળીદાર કપડામાં જોવા મળી ત્રિધા ચૌધરી
આશ્રમની બબીતા (ત્રિધા ચૌધરી)એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક લેટેસ્ટ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં ત્રિધા ચૌધરીએ ગોલ્ડન કલરની બિકિની અને તેના પર મરુણ કલરના જાળીદાર ડ્રેસ (સ્કર્ટ અને ટોપ) પહેર્યું છે. આ વિડીયોમાં અભિનેત્રીનો બોલ્ડ લુક જોવા લાયક છે. આ ડ્રેસમાં ત્રિધા ચૌધરી ગ્લેમરસ જોવા મળી રહી છે. આ ગ્લેમરસ ડ્રેસ પહેરીને ત્રિધા ચૌધરીએ રેગિસ્તાનમાં શૂટ કરાવ્યું છે. ત્રિધા ચૌધરી આ કપડામાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રી ત્રિધા ચૌધરી
રાજુ શ્રીવાસ્ત્વનો આ છેલ્લો VIDEO તમને રડાવી દેશે
બંગાળી ફિલ્મોમાં પણ કર્યું છે કામ
ત્રિધા ચૌધરીને વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેમણે હિન્દી સિનેમાની સાથે સાથે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તેમણે વર્ષ 2013માં શ્રીજીત મુખર્જી દિગ્દર્શિત બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’થી પોતાના ફિલ્મ કરિઅરની શરૂઆત કરી હતી. ત્રિધાને ‘આશ્રમ’ વેબસીરિઝથી યોગ્ય ઓળખ મળી છે. ઉપરાંત ત્રિધાએ બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્રિધાઓ ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહ સાથે એક મ્યુઝીક વિડીયોમાં પણ કામ કર્યું છે.
ત્રિધાએ પહેલીવાર બોલ્ડ ફોટોઝ શેર નથી કર્યા. અગાઉ પણ ત્રિધાએ ફેન્સ સાથે બોલ્ડ અને હોટ ફોટોઝ શેર કર્યા છે. સ્ટાર પ્લસની જાણીતી સીરિયલ ‘દહલીઝ’માં સિંપલ ઇમેજ ધરાવતી ‘સ્વાધીનતા’ની ભૂમિકા નિભાવનારી ત્રિધા ચૌધરી વાસ્તવિક લાઇફમાં ખૂબ હોટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood Celeb, Instagram, મનોરંજન