Table of Contents
વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે
ટ્વીટરના OddIy Terrifying પર બે મોં વાળી માછલીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેની વિશિષ્ટતાને લોકો ચર્નોબિલ વાયરસની અસર બતાવી રહ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોનો કંઈ અલગ જ અભિપ્રાય છે. બે મોં વાળી માછલી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ તેમાં આવા ફેરફારોનું શુ કારણ છે, તેના વિશે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે.
Holy Mother of Carp pic.twitter.com/iTwu6wfJn2
— OddIy Terrifying (@closecalls7) September 17, 2022
આ પણ વાંચોઃ સપનામાં સ્ત્રીનું આ પ્રકારનું રૂપ જોવા મળે છે તો માલામાલ થવાનો સંકેત
માછીમારોની જાળમાં ફસાઈ વિચિત્ર માછલી
બે મોં અને ચાર આંખો વાળી માછલીની વિશિષ્ટતાને લીધે લોકો અલગ-અલગ અભિપ્રાયો અને મૂલ્યાંકન આપી રહ્યા છે. ઘણા લોકોએ અંદાજો લગાવ્યો કે, તે ચર્નોબલ ત્રાસદીના રેડિએશનનો શિકાર થઈ છે. જેના રહેતા તેના સ્વરૂપમાં વિચિત્ર બદલાવ થયા છે. તો કેટલાક લોકો તેને વધારાના અંગોને શરીરની ઈજાઓ બતાવવામાં વ્યસ્ત થઈ ગયા, જ્યારે વૈજ્ઞાનિકોએ તેને સ્પષ્ટ નકારી દીધું. અને જણાવ્યુ કે, વધારાના અંગો જો ઈજાગ્રસ્ત હોત તો ના તે સ્વસ્થ હોત ના તો લાંબુ જીવી શકત. કેટલાક બુદ્ધિશાળી લોકોના અનુસાર, બીજુ મોં, માછલીનું નાક છે. જ્યારે વૈજ્ઞાનિકો તો આ કુદરતી કરીશ્માને લઈને મૂંઝવણમાં મૂકાયેલા છે. તે અત્યાર સુધી જણાવવામાં અસમર્થ છે કે, આ માછલી એક અલગ પ્રજાતિની છે કે પછી કુદરતનો કહેર. બે મોં અને ચાર આંખો વાળી માછલીના રહસ્યથી દરેક લોકો અજાણ છે. વૈજ્ઞાનિકો પણ પૂરી તપાસ વિના કંઈ પણ કહી રહ્યા નથી.
આ પણ વાંચોઃ વિચિત્ર ટ્રક ટર્ન કરવામાં ડ્રાઈવરનો છૂટી ગયો પરસેવો
કાર્પ માછલીના રૂપાંતરમાં પરિવર્તનની અસર થવાની કંઈ જ શક્યતા નથી
ઘણા બધા લોકોએ માછલીને ચર્નોબલ રેડિએશનની અસર અને પરિવર્તનનું પરિણામ બતાવ્યુ હતું. જેને લઈને અમેરિકાના સાઉથ કેરોલિના યુનિવર્સિટીના એક નિષ્ણાંત ડૉક્ટર ટિમેથી મૂસોએ તેમનો અભિપ્રાય જણાવ્યો, જેના અનુસાર આ રેડિએશનના કારણે થનારુ પરિવર્તન નથી. જો એવુ હોત તો માછલીની વૃદ્ધિ અને પ્રજનનની શક્યતા બહુ જ ઓછી હોત. સોશિયલ મીડિયા પર આ વિચિત્ર માછલીના વીડિયોને લગભગ સવા બે લાખ લોકોએ નિહાળ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Scientific research, Twitter, Viral videos